કોરોનાના કાળ સમાન રસીકરણનો (corona Vaccination ) આજથી સમગ્ર દેશમાં પ્રારંભ થશે.વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનમાં 3006 સેન્ટર પરથી કોરોના વોરિયર્સ એવા તબીબી જગત સાથે જોડાયેલાઓને પ્રથમ તબક્કામાં પ્રાધાન્ય આપવામાં આવશે.રસીકરણના પ્રથમ દિવસે દેશભરમાં 3 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,વિડીયો કોન્ફરન્સ દ્વારા,વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવશે.દેશના વિવિધ રાજ્યોમાં નિર્ધારિત કરાયેલ 3006 રસી કેન્દ્રો ઉપરથી,કેન્દ્ર દીઠ 100 લોકોને રસી આપવામાં આવશે.
દેશમાં કોરોના વેક્સિન તરીકે,કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને વિવિધ રાજ્યો માટે,1 કરોડ 65 લાખ રસીના ડોઝ ખરીદવામાં આવ્યા છે.પ્રથમ તબક્કા બાદના બીજા તબક્કામા રાજ્ય અને કેન્દ્રના સુરક્ષાદળના જવાનો,પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ મહાનગરપાલિકાઓના કર્મચારીઓ, મહેસુલી કર્મચારીઓ સહીત બે કરોડ લોકોને રસી આપવામાં આવશે.ત્યાર બાદ રસીકરણ મહાઅભિયાનના તબક્કામા 50 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓ અને ગંભીર બિમારીથી પિડાતા નાગરિકોને રસી આપવામાં આવશે.

