By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીનમાં કોરોના વાઈરસને લીધે વધુ ૧૦૩ લોકોના મોત નીપજ્યાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીનમાં કોરોના વાઈરસને લીધે વધુ ૧૦૩ લોકોના મોત નીપજ્યાં
GeneralInternational

ચીનમાં કોરોના વાઈરસને લીધે વધુ ૧૦૩ લોકોના મોત નીપજ્યાં

HM News
Last updated: 25/02/2020 3:12 PM
HM News
5 years ago
Share
SHARE

વુહાન,તા.૨૫
ચીનમાં મંગળવારે કોરોના વાઈરસના વધુ ૫૦૮ નવા કેસ નોંધાયા છે. બીજીબાજુ આ વાઈરસ વિશ્વના અન્ય દેશો માટે મોટો ભય બની રહ્યો હોય તેમ એશિયા, મધ્ય પૂર્વ તથા યુરોપના દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. ચીનમાં વધુ ૭૧ લોકોના મોત થયા છે, જે પૈકી એકલા વુહાનમાં જ ૬૮ લોકોના મોત થયા છે. આ સાથે કોરોના વાઈરસને લીધે મૃત્યુ પામનારનો આંક ૨,૬૬૩ થયો છે જ્યારે આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૭૭,૬૫૮ થઈ છે. દક્ષિણ કોરિયામાં પણ વધુ ૬૦ કેસ નોંધાતા વાઈરસથી સંક્રમિતોની સંખ્યા ૮૯૩ થઈ છે.
અન્ય દેશોની વાત કરીએ તો જાપાનમાં કોઈ નવો કેસ નોંધાયો નથી પણ ડાયમંડ પ્રિન્સિસ શિપ ચોથા મુસાફરનું મોત થયું છે. વોશિંગ્ટન અને સેઉલ કોરોનાના ભયની સ્થિતિને જોતા દક્ષિણ કોરિયા મિલિટરીમાંથી ઓછામાં ૧૩ જેટલા કેસ સામે આવતા તાલીમ બાદ સૈનિકોને પાછા બોલાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા તરફથી સંભવિત ભય સામે દક્ષિણ કોરિયામાં અમેરિકા ૨૮,૦૦૦થી વધારે સૈનિકોનું એક લશ્કરી થાણુ ધરાવે છે.
દરમિયાન ભારતના બે દિવસના પ્રવાસ પર રહેલા ટ્રમ્પે ટ્વિટ કરી જણાવ્યું હતું કે અમેરિકા કોરોના વાઈરસથી સંપૂર્ણ સુરક્ષિત છે અને કોરોના વાઈરસની ચિંતાને લીધે શેરબજારમાં જે મોટો ઘટાડો થયો હતો તેમાં હવે મને સુધારો જોવા મળશે. અમેરિકામાં કોરોના વાઈરસ અંકૂશમાં છે. અમે દરેક વ્યક્તિ તથા તમામ સંબંધિત દેશોના સંપર્કમાં છીએ. સીડીસી અને વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ દિશામાં સખત કામ કરી રહ્યું છે.
કુવૈતના નાગરિક સત્તાવાળાઓએ કોરોના વાઈરસની ચિંતા વચ્ચે ઈરાક સાથેની હવાઈ સેવા સંપૂર્ણપણે બંધ કરી દીધી. કુવૈત હેલ્થ મંત્રાલયની સૂચનાથી આ નિવેદન આપવામાં આવ્યા છે.
ઈટાલીના પ્રધાનમંત્રી ગીયુસેપ ગોન્ટે કહ્યું છે કે કોરોના વાઈરસની અર્થતંત્ર પર ગંભીર અસર થઈ શકે છે. અત્યારની અમારી ગણતરી પ્રમાણે તેની અર્થતંત્ર પર નકારાત્મક અસર થશે. અલબત હજુ અમે આ અંગે કોઈ ચોક્કસ આગાહી કરી શકીએ તેમ નથી.

ગુલાબી સાફામાં સજ્જ રિશી વાસ્તુના ગેટ પર મહેમાનોને આવકારતો દેખાય છે : રિશીના મિત્રો ભાવુક થઇ ગયા
ખલીએ ટોલ પ્લાઝા પર કર્મચારીને માર્યો લાફો..જુઓ વીડિયો
તૈમુર ખાનની અમ્મી કરીના કપૂર ખાન વિરુદ્ધ ખ્રિસ્તી સમુદાયની લાગણી દુભાવવા બદલ પોલીસ ફરિયાદ
5070 બોગસ જીએસટી રજિસ્ટ્રેશનથી રૂ. 27000 કરોડની કરચોરી
ફડણવીસ કોરોના પોઝિટીવ થતાં ભાજપના રાજ્યસભા વ્યૂહમાં વિધ્ન
TAGGED:ચીનમાં કોરોના વાઈરસને
Share This Article
Facebook Email Print
Previous Article દેવામાં ડૂબેલી સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાને અદાણી ગ્રુપ ખરીદશે..!!
Next Article સ્પેનના ટાપુમાં કોરોનાનો એક કેસ પોઝિટીવ આવતા હોટલ લોકડાઉન કરાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up