સંતરામપુર નગરમાં ડોકટરને પોલીસના માણસો ડંડાથી મારતો સીસીટીવીના કૂટેજ વાઇરલ થતાં મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.પોલીસ દ્વારા અર્ધ નગ્ન ડોકટરની પાછળ ડંડો લઇને દોડતો વિડિયો વાઇરલ થયો હતો.માહીતી મુજબ સંતરામપુરમાં સુરેખા હોસ્પિટલની બાજુ ખાડો કરવામાં આવ્યો હતો.આ ખાડાને લીધે સંતરામપુરના પીઆઇ અને ટ્રાફિક જમાદાર તથા પોલીસ સ્ટાફ મળીને હોસ્પિટલ પાસે પહોચ્યા હતા.
પોલીસે ટ્રાફિક અવરોધ પડતાં ખાડો પૂરી દેવાનું કહ્યું હતું.ડોકટરે કહ્યું હું બે દિવસમાં કામ કરી દઇશ તેમ કહ્યું હતું,પરંતુ પોલીસે ડોકટરને ચલો ગાડીમાં બેસી જાઓ તમારા નામની એફઆઈઆર થઈ છે.તેમ કહેતાં પોલીસ અને ડોક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી.બનાવને લઇને ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.
જયારે ઘટનાનો સીસીટીવી ફુટેજનો વિડિયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયા હતા,જેમાં વાઇરલ વિડિયોમાં પોલીસ ઘરના દરવાજા પર લાતો મારતાં અને ડોકટરને ડંડો મારતાં ડોકટર ભાગતા દેખાયા હતા.પોલીસના દંડાના મારથી ડોકટરને ઇજાઓ થઇ હતી. સોશિયલ મીડિયામાં વિડિયો વાઇરલ થતાં મહીસાગર જિલ્લા ડીવાયએસપી સંતરામપુર પોલીસ સ્ટેશનને દોડી આવ્યા હતા.અને સુરેખા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જયારે સમગ્ર ઘટનાની હજુ સધી કોઇ પોલીસ ફરીયાદ નોધાઇ ન હતી. ડોકટરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.
સમાધાન કર્યુ હતું
સંતરામપુરના PSI એ.ટી.પટેલે જણાવ્યું કે,સંતરામપુર સુરેખા હોસ્પિટલ પાસે માટીના ઢગલા પર મુકેલા હતા ખસેડવા માટેની વાત કરેલી પરંતુ બોલા ચાલી થઈ હતી અને સમાધાન કર્યું હતું.


