અમદાવાદ:સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક નકલી પીએસઆઇને ઝડપી લીધો છે. ઝડપાયેલો આરોપીએ પોતાના જ મિત્રને ફોન કરી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી ફેસબુક એકાઉન્ટની માહિતી મેળવી તીનપત્તિની સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લીધાનો આરોપ લાગ્યો છે. હાલ સાયબર ક્રાઇમેં ફરિયાદ નોંધી વડોદરામાં રહેતા યુવકની ધરપકડ કરી છે.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે,આ યુવાન બેકાર છે અને તીનપત્તિ રમવાનો શોખીન છે.જ્યારે પોતાના માટે પૈસા ખર્ચીને ચિપ્સ ખરીદી તે બાબતને ધ્યાનમાં રાખી આ તરકટ રચ્યું હતું. આરોપીનું નામ છે ધાર્મિક પાબરી.તે મૂળ વડોદરામાં શ્રીમ ગેલેક્સી ફ્લેટમાં રહેતા આ 23 વર્ષીય યુવક પર ગેરકાયદેસર રીતે ગેમ ચિપ્સ પડાવી લીધાનો આરોપ લાગ્યો છે. જોકે ટેકનીકલ એનાલીસીસના આધારે સાઇબર ક્રાઇમની ટીમે ધાર્મિક પાબરીની ધરપકડ કરી મોબાઈલ કબ્જે કર્યો છે.
પોલીસે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે,પોતે ધો.10 ભણેલો અને બેકાર છે.જોકે મોબાઈલમાં ઓનલાઇન તીનપત્તિ ગેમ રમતો હતો.શરૂઆતમાં બીજા પાસેથી પૈસા મેળવી અને ચિપ્સ મળતી.બાદમાં આરોપી સાથે કોઈએ છેતરપીંડી કરતા પોતે ફેસબુક આઈડીને હેક કરવા પ્રોફાઇલમાં નંબર હોવાથી પોલીસની ખોટી ઓળખ આપી ફોન કર્યો હતો. ફરિયાદી યુવકે પાસવર્ડ આપતા ચિપ્સ તેણે ટ્રાન્સફર કરી લીધી હતી.છેલ્લા એક વર્ષથી તે આ મોડસ ઓપરેન્ડીથી અનેક લોકોને ઠગી ચુક્યો છે.


