અકસ્માત:મઢીમાં પુલના ડાયવર્ઝન પાસે મોપેડ સ્લીપ થતાં પટકાયેલા વૃદ્ધના માથા પર ટ્રક ફરી વળી

325

બારડોલી તાલુકાના મઢીની ગુણવંતી નદી પર બની રહેલા પુલના ડાયવર્ઝન નજીક પડેલા મોટા ખાડામાં મોપેડ સ્લીપ થઈ જતા વૃદ્ધ રોડ પર પટકાયા હતાં અને પાછળથી આવતી ટ્રક વૃદ્ધના માથા પરથી ફરી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.બારડોલી તાલુકાના મઢી ગામની સીમમાંથી પસાર થતી ગુણવંતી નદી પર નવો પુલ બની રહ્યો છે.આ પુલની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરે આપેું ડાયવર્ઝન યોગ્ય ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

સોમવારના રોજ મઢી ગામે વિઠ્ઠલનગરમાં રહેતા રહેતા ઠાકોરભાઈ ખેંગાર (62) બજાર કામ અર્થે ગયા હતાં, જ્યાંથી 5.00 વાગ્યાના અરસામાં પરત ફરી રહ્યા હતાં ત્યારે પુલના ડાયવર્ઝન નજીક પડેલા મસમોટા ખાડામાં ઠાકોરભાઈની મોપેડ સ્લીપ થઈ જતા અને રોડ પર પટકાયા હતાં.આ દરમિયાન પાછળથી આવતી ટ્રક (W-3311) જે રાજકોટથી મહારાષ્ટ્ર જઈ રહી હતી.આ ટ્રકના ચાલકે ઠાકોરભાઈના માથા પરથી ટ્રકનું વ્હીલ ફેરવી દીધુ હતું.ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતાં. જોકે, ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો.

બે-ત્રણ દિવસથી વાહનચાલકોને સ્લીપ થઈ રહ્યા છે
કોન્ટ્રાક્ટર દ્વારા ડાયર્વઝન યોગ્ય કરવામાં આવ્યું ન હોવાને કારણે ધૂળ ઉડતા વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડે છે.ઉપરાંત નજીકમાં ગટરનું પાણી હોય જેના કારણે બે-ત્રણ દિવસથી વાહનચાલકોને સ્લીપ થઈ રહ્યા હતાં.જો,ડાયવર્ઝન યોગ્ય કરે તો જીવલેણ અકસ્માત ન બનતે એવું ચર્ચાઈ રહ્યું હતું.

Share Now