– અંકલેશ્વર જીપીસીબીએ એનજીટીના હુકમના આધારે ચાલુ વર્ષે કંપનીને ક્લોઝર સાથે સૌથી વધુ 5 લાખથી લઇને 1 કરોડ સુધીનો દંડ કર્યો
અંકલેશ્વર : અંકલેશ્વર જીપીસીબી પ્રાદેશિક કચેરી દ્વારા વર્ષ 2020 દરમિયાન અંકલેશ્વર રીજયોનની 462 કંપની સામે પ્રદુષણ ધારાધોરણ ભંગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી હતી જેમા જીપીસીબી દ્વારા વર્ષ દરમિયાન તાત્કાલિક અસર થી 68 કંપની ક્લોઝર આપ્યું હતું. 15 દિવસની મહેતલ આપતી ક્લોઝર નોટીશ 110 કંપનીને અને શોકોઝ ક્લોઝર નોટીશ 284 કંપનીને ફટકારી હતી. જયારે 10 થી વધુ કંપની સામે કોર્માં કેશ દાખલ કરી કડકાઈ શરૂઅત કરી હતી.તો કોર્ટ આદેશ બાદ ચાલુ વર્ષે 5 લાખ થી લઇ 1 કરોડ રૂપિયાનો દંડ પણ દંડ જીપીસીબીએ વસુલ્યો છે.
છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય વિગતો જોઈએ તો ક્લોઝર નોટીશમાં 2020 ના વર્ષમાં સૌથી ઓછી ફટકારવામાં આવી છે.ક્રીટીકલ ઝોન 2019માં ફરી એકવાર અંકલેશ્વર-પાનોલી ઉદ્યોગો ક્રીટીકલઝોનમાં મુકાય જતા ઉદ્યોગો ફરી એકવાર ભીસમાં આવી ગયા છે.2019 માં 478 કંપની પ્રદુષણ ધારાધોરણ ભંગ કરતા ઝડપાય છે.જેમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ કંપની તાત્કાલિક અસર થી ક્લોઝર નોટીશ મળી છે. કુલ 169 કંપનીને તાત્કાલિક અસર થી ગત વર્ષે ક્લોઝર મળ્યું છે.જેમાં 2020 માં ધટાડો થયો હોવાની સાથે છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછી 68 કંપની ક્લોઝર નોટીશ ફટકારી હતી.
જયારે નોટીશ ઓફ ડાયરેક્શનમાં નજીવો એટલે 2 કંપની સામે ગત વર્ષ ની સરખામણી ઓછી છે.શો કોઝ નોટીશ ગત વર્ષની સરખામણી આપવામાં આવી છે.જેમાં 2019 માં 197 હતી જે 2020 માં વર્ષ માં 284 કંપની સામે કાર્યવાહી કરી છે.વર્ષ 2019 માં કુલ 478 કંપની સામે કાર્યવાહી થઇ હતી જેની સામે 2020 ના વર્ષમાં 462 કંપની સામે જીપીસીબીએ કાર્યવાહી કરી છે.
કડક કાર્યવાહીને લઇ નોમ્સ આધારિત પરિણામ મેળવી શક્યા
ગત વર્ષ દરમિયાન 462 જેટલી કંપની સામે પર્યાવરણ અને પ્રદુષણ ધારા ધોરણ ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે,ઉદ્યોગો હવે એક્શન પ્લાન અમલ કરી સેલ્ફ ડીસીપ્લીનમાં રહેવું પડશે.ચાલુ વર્ષે કોર્ટ ના આદેશ અનુસાર સૌથી વધુ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. > આર.આર.વ્યાસ, પ્રાદેશિક આધિકારી, જીપીસીબી અંકલેશ્વર કચેરી.
પ્રદુષણ ફેલાવશો તો હવે દંડ પણ ભરવો પડશે
જીપીસીબી દ્વારા 2020 વર્ષમાં પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે તાત્કાલિક અસર થી ક્લોઝર, શો કોઝ નોટીશ કે 15 દિવસના મહેતલ આપતી નોટીશ તો ફટકારી હતી પણ સાથે સાથે સુપ્રીમ કોર્ટના અને એન.જી.ટી ના આદેશ અનુસાર દંડ પણ ફટકાર્યો હતો.કંપનીઓને 5 લાખ થી લઇ 1 કરોડ સુધીનો દંડ જીપીસીબી વડી કચેરી તરફ થી ફટકારવામાં આવ્યો છે.