– અપહરણ કેસની તપાસમાં ઢીલાશનાે આક્ષેપ
નવસારી : વિજલપોરમાં છેલ્લા 6 માસ પહેલા ફરજ પર આવેલા સિનિયર પીએસઆઈ એસ.એફ.ગોસ્વામીને મંગળવારે મોડી સાંજે આઈજીનાં આવેલા પત્રમાં તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાનો હુકમ આવ્યો હતો.મળતી માહિતી મુજબ વિજલપોરમાં રહેતા યુવાન સાથે જલાલપોરની યુવતીએ પ્રેમલગ્ન એક વર્ષ અગાઉ કર્યા હતા. આ યુવતીના પિતાએ બળજબરીપૂર્વક પરિણીત પુત્રીને પરત લઈ જતા તેની સાસુએ અપહરણની ફરિયાદ વિજલપોર પોલીસ મથકે 16મી ડિસેમ્બરે નોંધાવી હતી.
આ કેસમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઈ નહીં હોવાની ફરિયાદ પરિણીતાના પતિએ કોર્ટમાં કરી હતી.જેને પગલે કોર્ટની ફટકાર પોલીસને મળી હતી.જેમાં આઈજીએ મંગળવારે મોડી સાંજે વિજલપોર પીએસઆઈ એસ.એફ.ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ પત્ર દ્વારા કરતા ખળભળાટ મચી ગયો હતો.વિજલપોર પોલીસનો ચાર્જ જલાલપોર પીઆઈ અજીતસિંહ વાળાને સોંપવામાં આવ્યો હતો.પીઆઈ અજીતસિંહ વાળાએ જણાવ્યું કે વહીવટી કારણોસર પીએસઆઈ એસ.એફ.ગોસ્વામીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે.