– ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર,સોલિડ વેસ્ટ સાઇટ,સ્પોટર્સ કોમ્પ્લેક્ષ સાકાર ન થતાં એકબીજા પર દોષનો ટોપલો
વીઆઈએમાં બે જૂથ વચ્ચે વિખવાદથી ત્રણથી વધુ પ્રોજેક્ટ ઘોંચમાં પડી ગયા છે.વીઆઇએની પ્રમુખપદની ચૂંટણી બાદ બે જુથો વચ્ચે આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યા હતાં.ચૂંટણીનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો હતો.હાલ હાઇકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે,પરંતુ બંને જુથો વચ્ચે હજુ સુધી સમાધાન થઇ શકયુ નથી.લાંબા સમયથી ચાલતાં વિખવાદ વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર માટે કોઇ પ્રક્રિયા આગળ વધી શકી નથી.અગાઉ આવેલી 25 કરોડની ગ્રાન્ટ પણ લેપ્સ થઇ ગઇ છે,ત્યારબાદ ફરી જમીન મેળવાના પ્રયાસો કરાયા હતાં.પરંતુ હાલ આ પ્રોજેકટમાં બ્રેક લાગી ગઇ છે.કોચરવામાં સોલિડ વેસ્ટ સાઇટ બનાવવા બે જુથો વચ્ચે ધમાસનના કારણે સમગ્ર પ્રોજેકટ અટવાયો હતો.હાલ ફરી જીઆઇડીસીના અધિકારીઓને જવાબદારી સોંપાય છે. સ્પોટર્સ કોમ્પલેક્ષનો પ્રોજેકટની જાહેરાત કરાઇ છે,પરંતુ આગળ પ્રક્રિયા વધી શકી નથી.વીઆઇએના સત્તાપક્ષના મતે તમામ પ્રોજેકટ માટે પ્રક્રિયા આગળ વધી રહી છે.જયારે વીઆઇએના અન્ય જુથના મતે મેમ્બરોના પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી.માત્ર ખોટી જાહેરાતો કરાવામાં આવે છે.
દરેક પ્રોજેકટ માટે પ્રક્રિયા ચાલી રહી છે
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની પાંચ વર્ષ પહેલા પરત ગઇ હતી.હાલ નોટિફાઇડ અને જિલ્લાના ઔદ્યોગિક એસોશિયન સાથે આ સેન્ટર બને તેવા પ્રયાસો જારી છે.સોલિડ વેસ્ટ સાઇડ માટે ગ્રીન એન્વાયરો તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં જીઆઇડીસીના અધિકારીઓ હવે નિર્ણય લેશે. દરેક પ્રોજેકટમાં માટે પ્રક્રિયા ચાલી રહી છે.- પ્રકાશ ભદ્રા,વીઆઇએ પ્રમુખ,વાપી
એક પણ પ્રોજેકટમાં કામગીરી દેખાતી નથી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર સહિતના તમામ પ્રોજેકટમાં કોઇ કામગીરી વર્તમાન વીઆઇએની ટીમ દ્વારા કરવામાં આવી નથી.મેમ્બરોમાં આ મામલે ખુબ આક્રોશ છે.વીઆઇએ પ્રમુખે અધુરા પ્રોજેકટોની પ્રક્રિયા આગળ વધારી હોય તો ડોકયુમેન્ટ જાહેર કરવા જેાઇએ.જેથી મેમ્બરોને વાસ્તવિકતા અંગે ખબર પડી શકે. – શરદ ઠાકર,માજી પ્રમુખ,વીઆઇએ


