– ગામમાં સીસીટીવી સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે
વાંસદા : વાંસદા ગ્રામ પંચાયત વિસ્તારના અમુક વિસ્તારમાં વિકાસના કામો બાકી રહેતા લોકોની માંગને ધ્યાનમાં રાખી પંચાયતના સરપંચ હિનાબેન પટેલ અને ડે.સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકીએ પંચાયત સભ્યોને સાથે રાખી 15માં નાણાપંચની ગ્રાંટમાંથી તળાવ ફળિયામાં આંગણવાડીમાં પતરાંનો શેડ અને ગામમાં વિવિધ વિસ્તારમાં સીસીટીવી કેમરા લગાવવા સહિત પાટા ફળિયામાં છનીબેન બેડીયાભાઈના ઘરથી મનુભાઈ મહરુને ત્યાં પેવરબ્લોકનું કામ, સદલ ફળિયા અને મહાર ફળિયામાં બ્લોકનું કામ, સરદાર પૂતળાથી જયંતિ ટાંકના ઘર સુધી બ્લોકના કામ,પાટા ફળિયામાં બ્લોક પેવરનું કામ,વડબારીમાં પેવરબ્લોક રસ્તો,ધર્મેન્દ્રસિંહ યાદવવાલી ગલીમાં બાકી રહેલું બ્લોકનું કામ,વાંસદામાં એલઇડી લાઈટનું કામ,મોગરાવાડીમાં આઇ હોસ્પિટલ પાસે વડના ફરતે બ્લોકનું કામ બાકી રહેલું કામ આંબાવાડી સુરેશ રગાજુભાઈના ઘર સુધી પેવર બ્લોકનું બાકી રહેલું કામ,ચંપાપાવાડીમાં કબ્રસ્તાનની દિવાલનું કામ,ખાંભલાઝાપા વિસ્તારના જયંતિ રાણાના ઘરની પાછળના ભાગે બ્લોક પેવરનું કામ,સદલફળ વાવડી ફળિયામાં બ્લોકનું કામ,નિર્માણ રોડ પર બ્લોક પેવિંગનું બાકી રહેલું કામ,ખાંભલાઝાપા વિસ્તારના નાયકી ફળિયામાં બ્લોકનું કામ, મેઈન બજારમાં રોડ સાઈડમાં બ્લોકનું બાકી રહેલું કામ, નવા ફળિયામાં બ્લોકનું બાકી રહેલું કામ મળી કુલ રૂ.27,38,238ના કામના ખાતમુહૂર્ત નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી વિરલભાઈ વ્યાસ,શિવેન્દ્રસિંહ સોલંકી, રાકેશ શર્મા,ગુલાબભાઈ વકીલ,જયંતિભાઈ ટાંક,પ્રધ્યુમનસિંહ સોલંકી અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં ફળિયાના વડીલો પાસે ખાતમુહૂર્ત કરાતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.


