– સમિતિઓના ગઠન સભા બોલાવતા સભ્યોમાં ભારે ઉત્સુકતા
વલસાડ : વલસાડ પાલિકાની સમિતિઓની મુદ્દત 4 માસ પહેલા પૂરી થઇ ગઇ હોવા છતાં કોરોનાના કારણે નવી સમિતિઓની રચના અને તેના ચેરમેનોની ચૂંટણીનું કામ ટલ્લે ચઢી ગયું હતું.છેવટે પાલિકા પ્રમુખે 22 જાન્યુ.ગુરૂવારે સમિતિની રચના માટે સામાન્ય સભા બોલાવી છે.પાલિકાની 14 સમિતિની મુદ્દત વિતિ જવા સાથે કોરોનાના કારણે નવી સમિતિઓની રચના અને ચેરમેનોની ચૂંટણીનું કામ ટલ્લે ચઢી ગયું હતું.જેના કારણે કારોબારી સહિતની મહત્વની સમિતિઓ વિના પાલિકાનો કારભાર ચાલી રહ્યો હતો.
આ સમિતિઓની પૂન:રચના કરી નવા સભ્યો અને ચેરમેનોને ચૂંટી કાઢવા માટે પ્રમુખ કિન્નરી પટેલે 22 જાન્યુઆરી, સભા બોલાવી છે.જેમાં પાલિકાના કર્મચારીઓની ભરતી,બઢતી માટે કર્મચારીઓની સેવાના નિયમો-2020-21 મંજૂર કરવાનું કામ પણ એજન્ડામાં લેવાયું છે.આ નવી સમિતિઓમાં સત્તાધારી ભાજપ દ્વારા કયા સભ્યોની નિયૂક્તિ કરશે અને કારોબારી,ટીપી,વોટર વર્કસ,આરોગ્ય,ડ્રેનેજ,બાંધકામ સહિતની સમિતિઓમાં કોને ચેરમેનપદું મળશે તે અંગે સભ્યોમાં ભારે ઉત્સુક્તા સર્જાઇ રહી છે.


