નર્મદા : નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસની પણ બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે.કોંગ્રેસ હવે જિલ્લાની તમામ તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો પર જઈને જનસંપર્ક કરશે.જે બાબતે રણનીતિ નક્કી કરવા રાજપીપલા સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ હતી.જેમાં મધ્યઝોન કન્વીનર રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા, સહ કન્વીનર માનસિંહ ડોડીયા,નર્મદા જિલ્લા પ્રભારી અરવિંદ દોરાવાલા, દલપત વસાવા,ધારાસભ્ય પીડી વસાવા,પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ,ઉપ પ્રમુખ જયંતી વસાવા,દિનેશ તડવી,ઈમ્તિયાઝ કાદરી સહીત મહિલા આગેવાનો અને સભ્યો હાજર રહ્યા હતા.
બેઠકમાં ચૂંટણીઓ માટે ઉમેદવારની પસંદગી,જનસંપર્ક યાત્રા સાથે યુવાનો અનુભવીઓ સહીત આગેવાનોને આગળ લાવવા,હાલની સરકારની તાનાશાહીને લોકો સમક્ષ લઇ જાગૃત કરવા સહીતના મુદ્દા પર ચર્ચા કરી હતી.કોંગ્રેસના સભ્યો જીત્યા બાદ અન્ય પાર્ટીમાં જોડાઈ પક્ષ પલટા ના કરી શકે માટે આ વખતે કોંગ્રેસે પણ જે તે સભ્યને તાલુકા જિલ્લા કે પાલિકામાં ચૂંટણી લાડવા મેન્ડેન્ટ આપે તેને 300 રૂપિયાના સ્ટેમ્પ કોંગ્રેસ ને વફાદાર રહીશ અને કોઈપણ પક્ષ માં જોડાવ નહિ એવું એફિડેવિટ કરવાનું રહેશે. આવી પ્રેદેશ કોંગ્રેસે જાહેરાત કરી છે.
કોરોના કાળમાં સરકારે દેખાવા પૂરતા રાસન આપી કરોડોનો દંડ ઉઘરાવ્યો
મધ્ય ઝોન પ્રભારી નારણ રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ જગ્યાએ બહુમતી હાંસલ કરશે.જનતા મોંઘવારી,બેરોજગારીથી કંટાળી ગઈ છે.કોરોનામાં સરકારે જનતાને દેખાવા પૂરતા રાસન આપી કરોડો રૂપિયા દંડ ફટકારી ઉઘરાવ્યા છે.શાળાઓ હજુ પણ બંધ છે છતાં એક વર્ષની ફી સરકાર માફ કરાવી શકી નથી.નર્મદામાં ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરી જિલ્લાને ભયમાં મૂકી દીધું છે.આજે પણ નર્મદામાં ભાજપથી લોકો ડરે છે.


