રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સના કર્મચારીઓ છેલ્લા 2 માસના પગારથી વંચિત

564

નર્મદા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સના કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતા એમણે નર્મદા કલેકટરને રજુઆત કરવાનો વારો આવ્યો હતો.જો કે અંતે જે તે એજન્સીએ એમનો પગાર કરી દીધો હતો.તો હવે નર્મદા જિલ્લાની વિવિધ CHC, PHC માં કામ કરતા આઉટ સોર્સના કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ન મળ્યો હોવાનો એક મામલો સામે આવ્યો છે, એમણે નર્મદા જિલ્લા કલેકટરને આ મામલે રજુઆત કરી છે.એમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોનાની મહામારીમાં અને પોતાના જીવને જોખમમાં મુકીને તથા અમારા પરીવારથી દુર રહીને પણ રાત દિવસ પોતાની નિષ્ઠાપુર્વક ફરજ બજાવીએ છે.તેમ છતાં અમને પગાર આપવામાં આવતો નથી તથા પગારની માંગ કરતા છુટા કરવાની ધમકી અપાઈ છે.સાથે સાથે અમારો પગાર 18500 છે છતાં અમને 9500 રૂપિયા પગાર આપવામાં આવે છે.અને અમારો કોન્ટ્રાક્ટ રીન્યુ પણ કરવામાં આવ્યો નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોના જેવી મહામારીમાં આઉટ સોર્સ પર કામ કરતા કર્મચારીઓને જો એજન્સી પગાર માટે વલખા મરાવતી હોય તો નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ એ એજન્સી વિરુદ્ધ પેહલા તો કડક કાર્યવાહી કરવી જોઈએ,સાથે સાથે હવે પછી રેગ્યુલર સમયમાં પગાર કરે એવી માંગ ઉઠી છે.

Share Now