– તાપી જિલ્લા કલેકટરને રજૂઆત કરતા કોંગ્રેસ અગ્રણીઓ
વ્યારા : વ્યારામાં ભાજપના આગેવાનોએ માટે કોંગ્રેસના કાર્યકર્તા રાજુ જાદવને યેનકેન પ્રકારે ધાક-ધમકી પાસા સહિત તડીપાર કરવાની ચીમકી આપતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો,જે બાબતે કોંગ્રેસ પૂર્વ મંત્રી ડો.તુષારભાઈ ચૌધરી અને વ્યારા ધારાસભ્ય પુનાજી ગામીતએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
વ્યારા કોંગ્રેસમાં કાર્યકર્તાઓને ધાક ધમકી આપવાના પ્રકરણ વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ મંત્રી ડો.તુષારભાઈ ચૌધરી તથા ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત,નીરવભાઈ અધર્વ્યુ,રાજેશભાઇ પટેલની આગેવાની હેઠળ કલેકટર આર.જે. હાલાણીને રજૂઆત કરી જણાવ્યું હતું કે વ્યારા કોંગ્રેસના અગ્રણી કાર્યકર રાજુભાઈ જાદવને પાસા તથા તડીપારની ધમકી ભાજપના આગેવાનો દ્વારા આપવામાં આવી રહી છેે.હાલ ચૂંટણી આવનાર હોય આવા સમયે કોંગ્રેસના કાર્યકર્તાઓને ધમકીના પગલે કોંગ્રેસના કાર્યકર્તામાં રોષ છે.વ્યારા કોંગ્રેસના અગ્રણીઓ સહિત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી હેમંત ઓગલે સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


