ગુજરાત એસીબી દ્વારા એક બાદ એક મોટી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.મામલતદાર સામે ૨૫ લાખની લાંચનો કેસ,આણંદના એએસઆઇ સામે ૫૦ લાખની લાંચનો કેસ બાદ હવે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કેસ એસીબીએ કર્યો છે.ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે એસીબીએ ૩૦ કરોડની આવક કરતાં વધારે સંપત્તિનો કેસ કર્યો છે.
ગુજરાત એસીબીના ઇતિહાસનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે.ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આવક કરતાં વધુ સંપત્તિની ફરિયાદ થઈ હતી,જેમાં લાંચરુશવત વિરોધી શાખાએ તપાસ હાથ ધરી હતી અને નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી ૩૦ કરોડથી વધુની સંપત્તિ મળી આવતાં આખા ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એસીબીને ૪ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન,૩ કરોડ રૂપિયાની કાર, ૩ ફ્લૅટ, ૨ બંગલા, ૧૧ દુકાન, એક ઑફિસ, ૨ પ્લોટ પણ મળી આવ્યા છે.આ સાથે જ આરોપી વિરમ દેસાઈ રેવન્યુ કર્મચારી સંગઠનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.વિરમ દેસાઈ પાસે ઔ઼ડી,બીએમડબ્લ્યુ જેગુઆર,મર્સિડિસ,હોન્ડા સિટી જેવી અનેક કાર મળી આવી છે.
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે એસીબીએ ૩૦ કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે.કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એસીએનને ૩૦ જેટલા બૅન્ક અકાઉન્ટ પણ મળી આવ્યાં છે અને ૪ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે.આ સિવાય રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.


