કોંગ્રેસના ગઢમાં ગાબડું તાલુકા પંચાયતના સદસ્ય ભાજપમાં જોડાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીમાં મિટિંગનો દોર પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ધારી તાલુકાના રાજકારણમાં ભાજપ તરફથી કોંગ્રેસને વધુ એક આંચકો આપવામાં આવેલ છે.જીરા ગામ ખાતે ભાજપના રાજકીય આગેવાનોની મિટિંગમાં દુધાળા તાલુકા પંચાયતના સદસ્યો જયસુખભાઇ જીયાણી પોતાના ૮૦ જેટલા કાર્યકરો સાથે જોડાયેલાં ભાજપમાં જોડાઈ જતાં કોંગી છાવણીમાં સન્નાટો છવાઈ જાય છે.કોંગ્રેસ પાર્ટી માટે માઠા સમાચાર તાલુકા પંચાયત સભ્ય પોતાના કાર્યકરો અને આગેવાનો સાથે ભાજપમાં જોડાઈ જતાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે વર્ષો થી કોંગ્રેસ સાથે રહેલ અને ગીર પંથક ના ગામડાંઓ મા લોકો સાથે સીધા સંપર્ક ધરાવતા જયસુખભાઇના ભાજપમા જોડતા તાલુકા કોંગ્રેસમા સનાટો જોવા મળી રહ્યો.