પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામા આપવાની વણઝાર છે.શુક્રવારના રોજ મમતા સરકારમાં વન મંત્રી રાજીબ બેનર્જીએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે.
પોતાના રાજીનામાંમાં રાજીવ બેનર્જીએ લખ્યું છે કે પશ્ચિમ બંગાળના લોકોની સેવા કરવા માટે ગર્વદાયી રહ્યો.તેઓ આ અવસર માટે બધાને ધન્યવાદ પાઠવે છે.રાજીવ બેનર્જી પાછલી કેબિનેટ બેઠકમાં સામેલ થયા નહોતા. ત્યારબાદથી અંદાજો લગાવામાં આવી રહ્યો હતો કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.જો કે હજુ તેમણે પાર્ટીની સદસ્યતા પરથી રાજીનામું આપ્યું નથી.આપને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં આ વર્ષે વિધાનસભાલ ચૂંટણી થવાની છે અને તેની પહેલાં સતત તૃણમૂલ કોંગ્રેસના નેતા પદ છોડી રહ્યા છે.શુભેંદુ અધિકારી પહેલાં જ રાજીનામું આપી ભાજપમાં પોતાની કમાન સંભાળી ચૂકયા છે.થોડાંક દિવસ પહેલાં લક્ષ્મી રત્ન શુકલાએ પોતાનું મંત્રીપદ છોડ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના કેટલાંય ધારાસભ્ય, સ્થાનિક નેતા પણ પાર્ટીનું પદ છોડીને ભાજપનો છેડો પકડી ચૂકયા છે.
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહ બંગાળની મુલાકાતે આવવાને છે, એવામાં અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે કેટલાંય નેતા ભાજપમાં જોડાઇ શકે છે.


