ડાંગ જિલ્લામાં ભાજપે ઓટલા બેઠકો કરી કાર્યકરોને સક્રિય કર્યા

327

સાપુતારા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો, ડાંગ જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયાની અધ્યક્ષ સ્થાને ઓટલા બેઠકો કરી કાર્યકરોને સક્રિય કરાયા.મળતી માહિતી મુજબ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના આદેશ મુજબ ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવવા દરેક કાર્યકર અને હોદ્દેદારોએ બુથ લેવલે ઓટલા બેઠક કરી લોક સંપર્કથી ભાજપની વિકાસયાત્રા સાથે જોડવા અનુરોધ કર્યો હતો.

ગુરુવારે ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઇ ધોરજીયાને મહામંત્રી કિશોરભાઈ ગાંવીત દ્વારા વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ઓટલા બેઠકોની કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરું દેવાઈ છે.આગામી 30 જાન્યુઆરી સુધી જિલ્લા ભરમાં 1500 થી વધુ ઓટલા બેઠકો કરી લોકોને ભાજપના વિકાસયાત્રા સાથે જોડવામાં આવશે.ગત વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ચાણક્ય નીતિ અને કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને અશોકભાઈ ધોરજીયા બેલડીની ચૂંટણી વ્યૂહરચનાના પગલે પ્રચંડ બહુમતી મળી હતી,ત્યારે હાલ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રદેસ દ્વારા ગણપતસિંહ વસાવા અને અશોકભાઈ ધોરજીયાની પસંદગી કરાતાં કાર્યકરોને માઇક્રોપ્લાનીંગ સાથે જોડી બુથ લેવલે જનસંપર્ક શરૂ કરી દેવાયા છે,ત્યારે આગામી દિવસોમાં યોજાનાર તાલુકા જિલ્લા પંચાયત માં ભાજપનો ભગવો લહેરાવવા પાયાના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી જવા પામ્યો છે.

Share Now