બારડોલી : સુરત જિલ્લાના બારડોલી નગરના વોર્ડ નંબર 4 માં આવેલી ગોવિદ નગર સોસાયટીમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારના બેનર લાગતાં રાજકારણ ગરમાયુ છે.ગત ટર્મમાં ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા સોસાયટીમાં કોઈ કામગીરી ન કરતાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા તડામાર તૈયારી કરી દીધી છે ત્યારે બારડોલી નગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 4 માં આવેલ ગોવિદ નગર સોસાયટીના રહીશો દ્વારા આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો સોસાયટીના પ્રવેશ દ્વાર પર લગાવતા રાજકારણ ગરમાયુ છે ગત ટર્મમાં ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા સોસાયટીના રસ્તા,પાણી તેમજ પેવર બ્લોકના કામ નહીં થતા સ્થાનિક રહીશોએ ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાની ચીમકી આપી છે અને કોઈ પણ નેતાઓએ મત માંગવા સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
આ મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરી રહયા છે
સોસાયટી વિકાસ માંગે કોર્પોરેટર તો આ જોઈ ભાગે
સોસાયટી આંતરિક વિકાસ ઝંખે છે
પેવર બ્લોકના નામે છેતર્યા રે ભાઈ છેતર્યા
સોસાયટીના રસ્તા કોણ બનાવશે ? કોણ બનાવશે ?
સફાય વેરા તો ભર્યા પણ સફાઈના નામે ઠગીયા
વિકાસ /કામ નહીં તો વોટ નહીં
ખોવાયો છે ભાઓ ખોવાયો છે સોસાયટીમાં વિકાસ ખોવાયો છે
પેહલે બોલા હમે જીતાઓ … ફીર બોલા સોસાયટીકી માંગે હટાઓ…
પહેલે બોલા હમ તુમ્હારે સાથ હે, ફીર એહસાસ દિલાયા અબ તુમ્હારે કોન સાથ હે ?


