
દિલ્લીમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જામનગરની બાંધણી ચર્ચામાં થઇ રહી છે. PM મોદીએ આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી પહેરી છે.જામનગરના રાજવી પરિવારે આ પાઘડી PM મોદીને ભેટ આપી હતી.હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા.આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી.
PM મોદી દર વર્ષે ગણતંત્ર દિવસ પર અલગ પ્રકારની પાઘડી પહેરતા હોય છે.ગયા વર્ષે તેમણે ‘બાંધણી’ની જ પાઘડી પહેરી હતી..આ વર્ષે પહેરેલી પાઘડી ઓરેન્જ અને યેલો ડિઝાઇનની બાંધણી પ્રિન્ટની છે. 2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર PM મોદીની પાઘડી પણ ધ્યાન આકર્ષિત કરે છે.તઓ આ અવસરે ખાસ પ્રકારની પાઘડીઓ પસંદ કરે છે.આ વર્ષે તેમણે જામનગરથી ભેટમાં મળેલી પાઘડી પહેરીને ગુજરાતની ભેટનું ગૌરવ વધાર્યું છે.
રાજવી પરિવારનું વિશ્વ સ્તરે સન્માન
જામનગરના વૈશ્વિક પરિવારનો વૈશ્વિક સ્તરે વિશેષ આદર છે.વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડમાં જામસાહેબ દિગ્વિજય સિંહે 1 હજાર બાળકોનો જીવ બચાવ્યો હતો.આ સંવેદનશીલ અને ઉદાત કાર્ય માટે જામનગરના આ રાજાને આજે પણ પોલેન્ડમાં યાદ કરાઇ છે.આટલું જ નહીં આ ઘટનાના કારણે પોલેન્ડના શરણાર્થીઓ જામનગરને લિટલ પોલેન્ડ માને છે.
દેશ આજે 72મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીરગતિ પ્રાપ્ત કરનાર દેશના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર ગયા હતા.પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલી અર્પી હતી.આ સમયે રક્ષા મંત્રીની સાથે સાથે ત્રણ સૈન્યના વડાઓ સહિત cds જનરલ પણ હાજર રહ્યા હતા.
રક્ષા મંત્રીની સાથે સાથે ત્રણ સૈન્યના વડાઓ સહિત cds જનરલ પણ હાજર રહ્યા હતા
પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે મોદીએ વિશેષ પાઘડી પસંદ કરી છે.તેમણે આ વખતે ગુજરાતના જામનગરની ખાસ પાઘડી પહેરી છે.જામનગરના રાજવી પરિવાર વતી તેમને પાઘડી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
પ્રજાસત્તાક પર્વે જામનગરથી આવેલી આ વિશેષ પાઘડી પહેરી
હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પાઘડી પહેરી છે તે પાઘ ગુજરાતનું ગૌરવ છે.સૌ પ્રથમ ગુજરાતના જામનગરના રાજવી પરિવાર દ્વારા આ પ્રકારની પાઘડી વડાપ્રધાનને ભેટ તરીકે આપવામાં આવી હતી.પીએમ મોદીએ આજે પ્રજાસત્તાક પર્વે જામનગરથી આવેલી આ વિશેષ પાઘડી પહેરી છે.ગત વર્ષે તેમણે બાંધણીની પાઘડી પહેરી હતી.
પીએમ મોદી તેમના સ્ટાઈલીશ લુકની પણ થાય છે દર વર્ષે ચર્ચા
રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને આ રાષ્ટ્રીય તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે.પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પીએમ નરેન્દ્રમોદી ખાસ આકર્ષણનું કારણ રહે છે.પીએમ મોદી તેમના સ્ટાઈલીશ લુકની પણ દર વર્ષે ચર્ચા થતી રહે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા દિવસના અવસરે સાફો બાંધવાની પરંપરાને જાળવી રાખતા આ વખતે ખાસ કેસરિયા રંગની પાઘડી પહેરી છે.