– ઘરેથી બાઈક પર નીકળેલા યુવકનું અપહરણ ખંડણી માંગ્યા બાદ કરાયાની આશંકા
સુરત : સુરતના ભટાર રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે.વેપારી પુત્ર સવારે જીમ જતો હતો એ દરમિયાન કૃષ્ણકુંજ સોસાયટી સામેથી નીકળ્યો એ દરમિયાન જ અપહરણ કારો આવી ગયા હોય છે. કારમાં આવેલા અપહરણકારોએ બાઈકને સાઈડમાં દબાઈ દઈને અપહરણ કર્યું હોય છે.સવારે છથી સાત વાગ્યાના અરસામાં અપહરણની ઘટના સામે આવી હોય છે.જેથી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.સમગ્ર અપહરણ 3 કરોડની ખંડણી માંગીને કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.પોલીસે CCTVના આધારે અપહરણ કરનારાને ઝડપી લઈને યુવકને હેમખેમ છોડાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઘર નજીકથી અપહરણ
ભટારમાં આવેલી કરીમાબાદા સોસાયટીમાં રહેતા ખોજા સમાજના વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું.યુવક ઘરેથી જીમ જવા માટે બાઈક પર નીકળ્યો એ દરમિયાન ઘરથી સાત મીટર દૂરના અંતરેથી રસ્તામાં આંતરીને બાઈકને સાઈડમાં કરીને અપહરણકારો ફોર વ્હિલર કારમાં અપહરણ કરી ગયા હતાં.અપહરણ સ્થળેથી યુવકનું બાઈક અને બૂટ પણ મળી આવ્યાં હતાં.
પોલીસે તપાસ આદરી
ખોજા સમાજના વેપારી અને બેગના હોલસેલરના પુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની સાથે પરિવારની પણ પૂછપરછ હાથ ધરી હતી.હાલ પોલીસના ડીસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે તપાસ કરી રહ્યો છે.
અપહરણકારો પકડાયાની ચર્ચા
અપહરણકારોએ સમગ્ર અપહરણ 3 કરોડની ખંડણી માંગીને કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.યુવકના અપહરણ બાદ પોલીસે સીસીટીવી અને અન્ય બાતમીના આધારે અપહરણકારોને ઝડપી લઈને યુવકને હેમખેમ છોડાવી લીધો હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.