નવી દિલ્હી : દેશના ટેલીવીઝન-ન્યુઝના ત્રણ જાણીતા અને ચર્ચીત ચહેરા માટે હાલ અચ્છે દિન નથી.કેન્દ્રની મોદી સરકાર સાથે જેને ઈલુ-ઈલુ છે તેવો આક્રોશ કરાય છે અને ટીવી કાર્યક્રમ રેટીંગ પ્રકરણમાં જેના પર ટી.આર.પી. ખરીદવાનો કેસ છે તે રીપબ્લીક ટીમના અર્નબ ગોસ્વામી સામે મુંબઈ પોલીસે બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક વોટસએપ ચેટ મુદે એક કેસ દાખલ કર્યો છે તો ઈન્ડીયા-ટુડે ચેનલના ટોચના ક્ધસલ્ટીંગ એડીટર રાજદીપ સરદેસાઈ ખેડૂત આંદોલનમાં ખોટું રીપોર્ટીંગ કરીને ફસાયા છે તો ટાઈમ્સ નાવના મહિલા એન્કર નાવિકાકુમાર સામે અર્નબ ગોસ્વામીએ જ બદનક્ષીનો દાવો માંડવા નોટીસ ફટકારી છે.અર્નબ લાંબા સમયથી ચર્ચા અને વિવાદમાં છે પણ પુર્વ ક્રિકેટર દિલીપ સરદેસાઈના પુત્ર અને ટીવી પોલીટીકલ ક્ષેત્રમાં જાણીતા રાજદીપ સરદેસાઈ પ્રથમ વખત કોઈ મોટી મુશ્કેલીમાં ફસાયા છે. તા.16 જાન્યુઆરીના ખેડૂત ટ્રેકટર રેલી સમયે રાજદીપે એક ખેડૂતનું પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયુ હોવાનો રીપોર્ટ આપીને ખળભળાટ મચાવી દીધો હતો અને તે મતલબનું ટવીટ પણ કર્યું હતું.45 વર્ષના નવનીત નામના આ ખેડૂત આંદોલનકારી પોલીસ ફાયરીંગમાં માર્યા ગયા છે અને ખેડૂતોએ એવું જણાવ્યું કે આ બલીદાન એળે જશે નહી અને તેણે આ અંગે એક વિડીયો પણ ટવીટ કર્યો હતો.જેમાં એક ટ્રેકટર બેરીકેટ તોડતા સમયે ઉથલી પહે છે અને તેનો ચાલકને ગંભીર ઈજા થાય છે પણ વાસ્તવિકતા એ હતી કે પોલીસે એક બુલેટ પણ ચલાવી ન હતી. ટ્રેકટર ચલાવનાર પોતે જ ડ્રાઈવીંગ સમયે કાબૂ ગુમાવી બેસતા તે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામ્યો હતો જેમાં પોલીસની કોઈ ભૂમિકા જ ન હતી.વાસ્તવિકતા જાહેર થતા જ રાજદીપે ટવીટ ડીલીટ કર્યુ પણ ઈન્ડીયા ટુડેએ રાજદીપને બે સપ્તાહ ઓફ એર કર્યા છે.મતલબ કે ટીવી પડદા પર નજરે ચડશે નહી અને તેનો એક માસનો પગાર પણ કાપી નાંખ્યો છે.
અર્નબ ગોસ્વામીએ તેની ટીવી રેટીંગ સંસ્થા બાર્કના વડા સાથેની ચેટમાં બાલોકી એરસ્ટ્રાઈક અંગે હિંટ આપી દીધી હતી અને આ રીતે રાષ્ટ્રીય લશ્કરી સુરક્ષા અંગે તેણે ચેડા કર્યા છે તેની સામે મુંબઈમાં બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.કોંગ્રેસના નેતા સચીન સાવંતે આ ફરિયાદ દાખલ કરી છે અને અત્યંત ગુપ્ત રખાયેલી સર્જીકલ સ્ટ્રાઈક અંગે અર્નબને કોણે આગોતરી માહિતી લીક કરી તે મુદે તપાસ કરી રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરવાનો કેસ દાખલ કરવા માંગ કરી છે.જો કે એક સમયે અર્નબના સાથી નવિકાકુમાર પણ મુશ્કેલીમાં છે તેની સામે અર્નબ ગોસ્વામીએ આ ચેટ પ્રકરણે ખોટા આક્ષેપ બદલ બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.

