અંબરનાથ, બદલાપુર નગરપાલિકાની ચૂંટણીને ફક્ત દોઢ મહિનો બાકી છે ત્યારે રાજકીય પક્ષોમાં જોરદાર હલચલ શરૂ થઈ છે. શહેરમાં રાજકીય ગણિત બાંધવાની શરૂઆત થઈ છે. પોતાના પક્ષની તાકાત બતાવવા માટે ચૂંટણી સિવાય અન્ય કોઈ તક ન હોવાથી નેતા કાર્યકરો કામે લાગી ગયા છે.
અંબરનાથ નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં શિવસેના અગ્રણી રહી છે જ્યારે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ શહેરમાં પોતાની તાકાત વધારવા માગે છે અને ભાજપની પણ આવી જ સ્થિતિ છે. વધુમાં વધુ તાકાત વધારવાનો પ્રયત્ન તે પણ કરે છે. મનસે અને વંચિતને આધારની જરૂર છે. આવી પરિસ્થિતિમાં અંબરનાથના ચાર મુખ્ય પક્ષો સ્વબળની વાતો કરે છે. વધેલી તાકાત કેટલી છે તે અજમાવવાની તક આ નિમિત્તે મળે છે. શિવસેનાના શહેરમાં તાકાત છે તે માન્ય હોવા છતાં હવે તેમની તાકાતને આહવાન આપનારાના પ્રયત્ન શહેરના અન્ય રાજકીય પક્ષો કરે છે. તેથી ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીની ચર્ચા થતી હોવા છતાં આ ચૂંટણીમાં ત્રણ પક્ષ એક થઈ ભાજપનો મુકાબલો શા માટે કરે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ભાજપ આ વખતે ૧૦થી વધુ બેઠક જે મેળવે એ માટે તેને હરાવવા શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી શા માટે એક સાથે આવે? પાલીકા ચૂંટણીમાં સર્વે પક્ષોએ પોતાની તાકાત પર ચૂંટણી લડી ત્યારબાદ એક સાથે આવે તે સગવડભર્યું ઠરશે તેથી પ્રત્યેક પક્ષે પોતાની તાકાત અજમાવી શકશે. આ સાથે રાજકીય સમીકરણો જોડતાં પોતાની તાકાત પ્રમાણે પદોનું વિતરણ કરવું શક્ય બનવાનું છે.
અંબરનાથ નગરપાલિકામાં શિવસેના સૌથી મોટા પક્ષ છે તેની પાછળ ભાજપ અને કોંગ્રેસ છે. શિવસેના સત્તાનો ઉપયોગ કરી પોતાની તાકાત વધારવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ આ સ્વતંત્રપણે પોતાની તાકાત વધારી રહ્યા છે. અનેક ઠેકાણે કોંગ્રેસ, ભાજપે શિવસેનાના વિરોધમાં ઉમેદવારોની તૈયારી કરે છે.
કાર્યકરોને ઉમેદવારીનું આશ્વાસન અગાઉ અપાયું હોવાથી આઘાડી કરતાં શિવસેનાના વિરોધમાં તૈયાર કરેલા ઉમેદવારોના વિરોધનો સામનો કરવો પડશે. કાર્યકરોની ફોજમાં વધારો કરતી વખતે કોંગ્રેસનો કાર્યકર કેવી રીતે ટકી રહે તેનો વિચાર કરવાની જરૂર છે. શિવસેનાના વિરોધમાં છે. તેણે પણ અનેક સ્થળે ઉમેદવારો નક્કી કર્યા છે તેથી ભાજપ કોંગ્રેસ અને શિવસેના બન્નેના વિરોધમાં લડવા તૈયાર થઈ છે. અંબરનાથ રાષ્ટ્રવાદીઓ આરપીઆઈને સાથે લઈ વર્ચસ્વ વધારવાનો પ્રયત્ન કરે છે. રાષ્ટ્રવાદી મહાવિકાસ આઘાડી સાથે હોય કે શિવસેના સાથે યુતી કરીને ચૂંટણી લડવી આ બન્ને તડજોડ માટે તૈયાર છે, પરંતુ સ્વબળે તાકાત અજમાવતી વખતે નાકે દમ આવી જશે.
અંબરનાથમાં ભાજપ, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીનું મુખ્ય લક્ષ્ય શિવસેના છે જ્યારે બાકી રહેલા મનસે પણ શિવસેનાના વિરોધમાં પોતાની તાકાત અજમાવવાનું છે. મનસે ભાજપ સાથે મળી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. તેથી ભાજપ- મનસે યુતીનું સમીકરણ અંબરનાથમાં જોવા મળવાની શક્યતા છે. વંચીત બહુજન આઘાડી અન્યો માટે ત્રાસદાયી ઠરશે તેથી વંચીતને સાથે લઈ કોણ આગળ જાય છે તે જોવું મહત્ત્વનું છે.