અમદાવાદ : ગાંધીનગરમાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પી.એચ.ડી નો અભ્યાસ કરતી અને અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી પટના શહેરની યુવતીએ કંપનીના માલિક સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.યુવતીએ પાલડીની SPARAT સંસ્થામાં નોકરી માટે અરજી કરી હતી.જે સંસ્થાના પ્રેસિડેન્ટ હસન જોહરએ પાલડીની દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળાની પાસે આવેલી સંસ્થાની હેડ ઓફિસમાં યુવતીનો ઇન્ટરવ્યૂ લીધુ અને ફિલ્ડ તેમજ સોશિયલ વર્ક ઓફિસર તરીકે પસંદગી કરી.યુવતીએ ત્યાં નોકરીની શરૂઆત કરી અને કંપનીમાં એચ આર પોલિસી અંતર્ગત રૂપિયા 42 હજાર ભરવા માટે જણાવ્યું યુવતી પાસે પૈસા ન હોવાથી યુવતીના ઓરીજનલ ડોક્યુમેન્ટ તેણે જમા કરાવ્યા હતા
નોકરીની શરૂઆતમાં હસન જોહરે યુવતીને પોસ્ટ અને અનુભવ સિવાય એચ.આર ડીપાર્ટમેન્ટનું વધારાનું કામ સોંપ્યું હતું જે બાબતે યુવતીએ ઇનકાર કરતા માલિકે થોડાક દિવસ આ કામ કરી લેવાનું જણાવ્યું હતું,જે બાબતે યુવતી અને કંપનીના માલિક વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી થતી હતી.કામ માટે યુવતી માલિકની ઓફિસમાં અવાર-નવાર જતી હતી ત્યારે માલિક હસન જોહર યુવતી સાથે બીભત્સ વાતો કરતો હતો.હસન ઝોહર યુવતીને કહેતો કે “મારે કોઈ પાર્ટનર જોઈએ છે.જેની સાથે હું સેક્સુઅલ સંબંધ બાંધી શકું ત્યારે મોકો જોઈને યુવતીનો હાથ પકડી બાથ ભરી લેતો અને કહેતો કે હું કંટાળી જાવ ત્યારે હસ્તમૈથુન કરી લઉં છું.તેમજ યુવતીને કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં તે સેક્સ કરે છે કે નહીં તેવી બીભત્સ વાતો કરતો હતો.
આવી બિભત્સ વાતો બાબતોનો યુવતી વિરોધ કરતી તો કામ બાબતે કંપનીનો સંચાલક હેરાન કરતો.અંતે કંટાળીને યુવતીએ બે મહિનામાં જ કંપનીમાંથી રાજીનામુ આપ્યું હતું.અને કંપનીના માલિક હસન ઝોહર દ્વારા યુવતીના ઓરીજીનલ ડોક્યુમેન્ટ પરત ન આપતા યુવતીએ સમગ્ર બાબતે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મહિલા પોલીસે યુવતીની ફરિયાદના આધારે કંપનીના સંચાલક સામે ગુનો.નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે…