– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી એક વખત વિવાદમાં આવ્યા
– કહેવાતી ઓડિયો ક્લિપમાં પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયા અને તેમના માટે અપશબ્દો બોલવામાં આવ્યા
– ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ મૂળ કોંગ્રેસી માનસિકતાવાળા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકના એક દિવસ પહેલા રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના અવાજવાળી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.અરવિંદ રૈયાણીની કહેવાતી ઓડિયો ક્લિપમાં પાટીદાર સમાજના આગેવાન પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયા અને તેમના માટે અપશબ્દો બોલવામાં આવ્યા છે.સાથે જ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ મૂળ કોંગ્રેસી માનસિકતાવાળા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ કથિત ઓડિયોમાં ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી,પૂર્વ કોર્પોરેટર,પૂર્વ ધારાસભ્યના નામનો પણ ઉલ્લેખ કરે છે.જેમાં ધનસુખ ભંડેરીથી નરેશ પટેલ નારજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યા છે.
ફરી એકવાર વિવાદમાં અરવિંદ રૈયાણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.ધારાસભ્ય અરવિંદ રૈયાણીના અવાજવાળી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.આ ઓડિયોમાં પોરબંદરના પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયાને ગાળો આપવામાં આવી રહી છે.તો ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના અગ્રણી નરેશ પટેલ વિશે પણ અનેક વાતો કરવામાં આવી છે.નરેશ પટેલ મૂળ કોંગ્રેસી છે.ગોવિંદ પટેલ નરેશ પટેલના સંબંધી છે.ધનસુખ ભંડેરીથી નરેશ પટેલને પહેલેથી જ નારાજગી છે તેવા ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
ખોડલધામના નરેશ પટેલ વિશે ઉલ્લેખ
ખોડલધામના નરેશ પટેલ મૂળ કોંગ્રેસી છે તેવો દાવો આ ઓડિયો ક્લિપમાં કરાયો છે.ઓડિયોમાં અરવિંદ રૈયાણી બોલી રહ્યાં છે કે,નરેશભાઈને ભંડેરીનો ફુલ વિરોધ.એ ભલે સંસ્થાનો મોટો થઈ ગયો,પણ એના કલ્ચરમાં તો કોંગ્રેસ જ છે.એને ગોવિંદભાઈમાં વધારે રસ છે.ગોવિંદભાઈ તેમના સગા થાય.
હું રાજકીય રીતે મોટો થાઉ એ લોકોને ગમતુ નથી – અરવિંદ રૈયાણી
ત્યારે ઓડિયો ક્લિપ વાયરલ થતા અરવિંદ રૈયાણીએ તેને નકારી છે.તેમણે કહ્યું કે,વર્ષોથી કેટલાક લોકો મારા વિસ્તારના રાજકીય રીતે હું ખૂચું છું.જ્યારે ચૂંટણી આવે ત્યારે આવું કરતા હોય છે.આમાં કોઈ તથ્ય નથી.મેં કોઈનો ગાળો આપી નથી. વિઠ્ઠલભાઈ તો મારા વડીલ છે.વાતનો મીક્સીંગ કરીને આવુ ઉભુ કરાય છે.બધા મારા વડીલ છે,એટલે ગાળો આપવાની વાત જ નથી.ચર્ચા ચાલતી હોય ત્યાં તેમાંથી વાતો પકડીને આવું મિક્સીંગ બનાવાય છે.આવુ અગાઉ પણ મારી સાથે થઈ ચૂક્યું છે. રાજકીય રીતે ક્યાંકને ક્યાંક હું મોટો થતો હોય તો ન ગમતુ હોય,એ લોકો જીતી ન શક્તા હોય ત્યારે જ આવું કરતા હોય.


