સિંગાપોર ઝૂમાં સિંહ મુફાસાના મૃત્યુ બાદ એના સ્પર્મમાંથી થયો સિમ્બાનો જન્મ

304

સિંગાપોર પ્રાણી સંગ્રહાલય પ્રજનનક્રિયા દરમ્યાન મુફાસા નામના સિંહનું મૃત્યુ થયા બાદ કૃત્રિમ ગર્ભાધાનથી જન્મેલા સિંહબાળ સિમ્બાના જન્મની ઉજવણી કરી રહ્યું છે.સિંહમાં કૃત્રિમ ગર્ભાધાનથી બચ્ચાનો જન્મ થાય એવી ઘટના જવલ્લે જ બને છે.આ પહેલાં ૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં કૃત્રિમ ગર્ભાધાનથી બે સિંહબાળનો જન્મ થયો હતો.

સિંગાપોરના નવા જન્મેલા સિંહબાળનું નામ ડિઝનીના ‘ધ લાયન કિંગ’ના મુખ્ય પાત્ર ઝિમ્બાના નામ પરથી સિમ્બા રાખવામાં આવ્યું હતું,તેના પિતા મુફાસાનું નામ પણ એક ફિલ્મના પાત્રના નામ પરથી રાખવામાં આવ્યું હતું.મુફાસાનું નબળા સ્વાસ્થ્યને કારણે પ્રજનનક્રિયા દરમ્યાન મૃત્યુ થયું હતું.

મુફાસાના વંશને ચાલુ રાખવા એના સ્પર્મને સંગ્રહ કરવામાં આવ્યું હતું.
પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ જણાવ્યા અનુસાર મુફાસા ૨૦ વર્ષ જીવ્યો,પરંતુ તેના ઉગ્ર અને આક્રમક સ્વભાવને કારણે એ કોઈ સિંહણ સાથે જોડી જમાવી શક્યો નહોતો.

સિમ્બાનો જન્મ ૨૩ ઑક્ટોબરે થયો હતો.તેની માતા કાયલાને સ્તનગ્રંથિમાં સોજાને કારણે એને બદલે સિમ્બાને જૂના અધિકારીઓએ સંભાળ્યો હતો.જન્મ બાદ માતાથી દૂર રાખવામાં આવેલા બચ્ચાને માતા જલદી અપનાવતી નથી.જોકે સિમ્બાના કેસમાં એની માતા કાયલા સાથેનો એનો સંબંધ ગાઢ રહ્યો છે અને કાયલાએ સિમ્બાને અપનાવી લીધો છે.ઝૂના અધિકારીઓએ જણાવ્યા અનુસાર સિમ્બાનું સ્વાસ્થ્ય સારું છે.

Share Now