વલસાડ કૈલાસ રોડ ઉપર સાંઇધામ-2માં રહેતા અને કંસ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા કિશોરભાઇ રામજીભાઇ કલસરીયાએ રવિવારે વલસાડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે,વર્ષ 2012માં પાર્ટનરો સાથે તેમણે પારડી રેલવે સ્ટેશન પાસે માછીવાડ રોડ ખાતે વાસુદેવ રેસિડેન્સી બનાવવાનું નક્કી કર્યા બાદ લાગતા વળગતા સરકારી કચેરીઓમાંથી મંજૂરી મેળવી હતી.જે બાદ વર્ષ 2019માં વલસાડના સાપ્તાહિક પેપરના પત્રકાર કમલેશ શોભાલાલ શાહ રહે.વલસાડ અબ્રામા ધારાનગર એ પારડી તાલુકાના ઉમરસાડી ગ્રામ પંચાયત,નગર નીયોજન વલસાડ તથા પારડી તાલુકા પંચાયતમાં વાસુદેવ રેસિડેન્સી કંસ્ટ્રક્શન અન લીગલી દુકાનનું બાંધકામ અંગે અરજીઓ કરતા કામ બંધ કરવાની ફરજ પડી હતી.
5 જાન્યુઆરી 2021ના રોજ કમલેશ શાહે ફરિયાદીને ફોન કરી વાતચીત કરવા તેની ઓફિસે બોલાવેલ અને બે દિવસ બાદ તેની ઓફિસે જઇ ધંધામાં વિના કારણે વિક્ષેપ ન કરવા કહેતા ધંધો કરવો હોય તો રૂ.5 લાખ આપવા પડશે અને નવું કંસ્ટ્રક્શન ચાલુ કરો તો દરેક બિલ્ડીંગે એક-એક લાખ રૂપિયા આપવાના રહેશે તેમ કહેતા ફરિયાદીએ રૂ.3 લાખમાં પતાવત માટે જણાવ્યું હતું.જે માટે તેણે ના પાડી દઇ બધું કારસ્તાન ખબર છે કહી પેપરમાં બદનામ કરવા જણાવતા પાંચેય પાર્ટનરો સાથે બેસીને આ અંગે વાત કર્યા બાદ આખરે પત્રકારથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


