LIVE બજેટ સ્પીચ : આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત, રૂ. 64 હજાર કરોડ ફાળવાયા

277

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને સંસદ ભવમાં 11 વાગ્યે બજેટ સ્પીચ વાંચવાની શરૂઆત કરી છે. બજેટમાં અપેક્ષા મુજબ આરોગ્ય પર વધુ ભાર આપવામાં આવ્યો છે.નાણાં મંત્રીએ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત કરી છે.આ યોજના પાછળ રૂ. 64 હજાર કરોડથી વધુ ખર્ચ થશે તેમ બજેટ સ્પીચમાં સિતારમને જણાવ્યું છે.આ દેશનું સૌપ્રથમ પેપરલેસ બજેટ છે.કેન્દ્રીય નાણાં મંત્રી મેડ ઈન ઈન્ડિયા ટેબમાંથી કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે.

બજેટ દરખાસ્તો છ મુખ્ય સ્તંભો પર નિર્ભર છે જેમાં આરોગ્ય અને સુખાકારી,ફિઝિકલ તેમજ ફાઈનાન્સિયલ કેપિટલનો સમાવેશ થાય છે તેમ નાણાં મંત્રીએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર અર્થતંત્રમાં ટકાઉ વૃદ્ધિના સમર્થનમાં સંપૂર્ણ રીતે સજ્જ છે.

બજેટની મહત્વની જાહેરાતો

– નાણામંત્રીએ બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટેનો મૂડી ખર્ચ વધારીને રૂ. 5.54 લાખ કરોડ કરવાની જાહેરાત કરી, અગાઉના વર્ષે બજેટમાં રૂ. 4.39 લાખ કરોડ ખર્ચનો અંદાજ હતો

– બ્રાઉનફીલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ માટે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન લોન્ચ કરાશે

– રેલવે ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર દ્વારા નાણાં એકત્ર કરી શકશેઃ નાણાં મંત્રી

– રૂ. 20,000 કરોડના ખર્ચે સરકાર નાણાકીય સંસ્થાઓના વિકાસ માટેનું બિલ લાવશે

– જૂના વાહનોને પરત ખેંચવા માટે વોલન્ટરી સક્રેપ યોજના,20 વર્ષ જૂના પર્સનલ વાહનોને ફિટનેસ ટેસ્ટ કરાશે જ્યારે વ્યવસાયિક વાહનોનો 15 વર્ષે થશે

– PLI યોજના ઉપરાંત ટેક્ષટાઈલ પાર્કમાં મેગા રોકાણ યોજનાની જાહેરાત કરાઈ

– રૂ. 1.97 લાખ કરોડના ખર્ચે 5 વર્ષ માટે PLI સ્કીમની બજેટમાં જાહેરાત

– કેન્દ્ર સરકાર કોવિડ વેક્સિનેશન માટે રૂ. 35,000 કરોડ ફાળવશે, વધુ ભંડોળ ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબદ્ધઃ સિતારમન

-15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરાશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર 20 હજાર કરોડનો ખર્ચ કરાશે

– ન્યૂટ્રીશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે. વોટર સપ્લાય વધારવામાં આવશે

– નિમોકોક્કલ વેક્સિનને દેશભરમાં શરૂ કરાશે. આનાથી 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવી શકાશે

-શહેરી વિસ્તારોમાં જળ-જીવન મિશન શરૂ કરવામાં આશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશે

– ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે મેગા ટેક્સટાઈલ પાર્ક સ્કીમ લાવવામાં આવશે. તેમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. 3 વર્ષમાં આ રીતના 7 પાર્ક બનાવવામાં આવશે

Share Now