આજથી લાગૂ થયા 10 નવા નિયમ, તમારા પર પડશે સીધી અસર

341

આજે 1 ફેબ્રુઆરી છે અને આજથી 10 નવા નિયમ લાગૂ થઇ ગયા છે.તમારી જીંદગી આ બધાની પ્રભાવિત થવાની છે.અમે તમને 10 મોટા ફેરફાર વિશે જણાવવા જઇ રહ્યા છીએ.તમે પણ ધ્યાનથી વાંચો અને નોટ પણ કરી લો.

રજૂ થશે દેશનું સામાન્ય બજેટ, થશે મોટી જાહેરાત

પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ કરવામાં આવશે.બજેટમાંન કોઇ શુલ્ક અથવા ડ્યૂટીમાં ફેરફાર થતાં કેટલીક વસ્તુઓ વસ્તુઓ સસ્તી થશે અને કેટલીક વસ્તુઓ મોંઘી થશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેર થયા બાદ ટ્રેનોના સંચાલનને વધારવામાં આવી શકે છે.જોકે ભારતીય રેલવે તરફથી અત્યાર સુધી કોઇ જાણકારી મળી નથી,પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હવે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી શકે છે.

સિલિન્ડરના ભાવમાં ફેરફાર

આજથી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જો કે ગત વર્ષે ડિસેમ્બરમાં 2 વખત રસોઇ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીઓએ ભાવ વધાર્યા ન હતા.ત્યારે બજેટ પહેલાં આજે સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડએ ફેબ્રુઆરીમાં ગેસની કિંમતોમાં કોઇ વધારો કર્યો નથી.

1 ફેબ્રુઆરીથી PNB ના આ ATM થી કેશ નહી નિકળે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છે તો જાણી લો કે એક ફેબ્રુઆરીથી PNB એટીએમમાંથી પૈસા નિકાળવાનો નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે.પીએનબીએ દેશભરમાં વધતા જતા એટીએમ ફ્રોડને રોકવા માટે પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે.જો તમારું પણ પીએનબીમાં બેંક એકાઉન્ટ છે તો આ તમારા માટે કામના સમાચાર છે.આજથી પીએનબી ગ્રાહક બિન ઇવીએમ એટીએમ મશીનો વડે પૈસા નિકાળી શકશે.

1 ફેબ્રુઆરીથી અવર-જવર માટે ઇ-પરમિટની જરૂર નહી

આજથી રાજ્યોની અંદર અથવા અન્ય રાજ્યથી બીજા રાજ્યમાં અવરજવર પર કોઇ પાબંધી નહી હોય.તેના કોઇ પરવાનગી લેવાની જરૂર નહી પડે.કંટેનમેંટ ઝોનની બહાર કેટલાકને બાદ કરતાં તમામ ગતિવિધિઓની પરવાનગી આપી છે અને એસઓપી (SoP) નું પણ પાલન કરવું પડશે. બીજા રાજ્યોથી અથવા રાજ્યની અંદર લોકોના અવરજવર પર કોઇ પ્રતિબંધ નહી હોય.આ પ્રકારે પડોશી દેશોની સાથે સંધિ શરતોના અનુરૂપ સીમા પર પરિવહનની અનુમતિ રહેશે.તેના માટે અલગથી કોઇપણ પ્રકારની અનુમતિ અથવા ઇ-પરમિટ વગેરેની જરૂર નહી પડે.

આજથી સિનેમાહોલ 100 ટકા ક્ષમતા સાથે ખુલશે

દેશભરમાં 100 ટકા ક્ષમતા સાથે થિયેટર્સ ખોલવાની પરવાનગી અપાવામાં આવી છે.સૂચના અને પ્રસારણ મંત્રાલયે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સિનેમા હોલ અને સિનેમાઘર મટે એસઓપીનો એક નવો સેટ તૈયાર કર્યો છે.નવી એસઓપી અનુસાર દેશભરમાં 100 ટકા ક્ષમતા સાથે સિનેમાઘર ખોલી શકશે.

આજથી સામન્ય લોકો શરૂ થશે મુંબઇ લોકલ

મુંબઇમાં આજથી સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સેવાઓ નક્કી સમય સ્લોટ મુજબ શરૂ કરવામાં આવશે.મહારાષ્ટ્ર સરકાર દ્રારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં આ જાણાકરી આપવામાં આવી હતી.આજથી સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન સેવાઓ આ ટાઇમ સ્લોટમાં ઉપલબ્ધ હશે. સવારે 4:15 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી,બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી,રાત્રે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી.બીજી તરફ જરૂરી કામોમાં લાગેલા કર્મચારી સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી અવરજવર કરી શકશે.

OTP વડે મળશે રાશન

રાશન કાર્ડધારકો સહિત અન્નપૂર્ણા તથા અંત્યોદય કાર્ડ ધારકોને દર મહિને મળનાર રાશન હવે બાયોમેટ્રિક પદ્ધતિના બદલે મોબાઇલ ઓટીપી અને આઇરીસ ઓથેન્ટિકેશનની મદદ વડે મળશે. ધ હિંદુમાં છપાયેલા એક સમાચાર અનુસાર રાહશનકાર્ડ સાથે જોડાયેલો આ નિયમ દેશના તેલંગાણા રાજ્યમાં આજથી લાગૂ થઇ ગયો છે.

આજથી Franklin Templeton પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય

આજથી સુપ્રીમ કોર્ટ Franklin Templeton Mutual Fund ની 6 બંધ સ્કીમોમાં ફંડ્સના વિતરણ (disbursal of funds) ની પ્રક્રિયા નક્કી કરશે, 23 એપ્રિલ Franklin Templeton Mutual Fund એ કેટલાક યૂનિટધારકોના ઇ-વોટિંગ પ્રક્રિયાના વિરોધ બાદ બંધ કરી દેવામાં આવી હતી.યૂનિટધારકોને આ અંગે મત આપવાનો હતો કે શું આ યોજનાનો બંધ કરવી જોઇએ કે નહી. તે પહેલાં સુપ્રીમ કોર્ટે ફ્રેંકલિન ટેમ્પલ્ટન મ્યૂચ્યુઅલ ફંડના 6 સ્કીમ્સ વડે પૈસા ઉપાડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.આ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ બંધ થતાં જ લગભગ 3 લાખ રોકાણકારો પર અસર પડશે.

આજથી SpiceJet ની 20 નવી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ

સ્પાઇસજેટએ આજથી 20 નવી ફ્લાઇટની જાહેરાત કરી છે.કંપનીએ જયપુરને દેહરાદૂન,અમૃતસર,ઉદયપુર અને દિલ્હી સહિત ઘણા શહેરોથી જોડનાર 16 નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી.એરલાઇન જયપુરથી ગોવા વાયા સુરત પણ ફ્લાઇટ શરૂ કરશે.સિક્કિમના પાક્યોંગને દિલ્હી સાથે જોડ્યા બાદ કંપની હવે સરકારની ઉડાન (UDAN) યોજના હેઠળ પાક્યોંગને કલકત્તા સાથે જોડશે. દિલ્હી અને દહેરાદૂન વચ્ચે પોતાની બીજી Frequency પણ શરૂ કરશે.કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તમામ નવી ઉડાનો આજથી 10 ફેબ્રુઆરી વચ્ચે શરૂ થઇ જશે.

PMC Bank માં રોકાણ માટે અંતિમ દિવસ

Punjab & Maharashtra Co-operative (PMC) બેંકના એડમિનિસ્ટ્રેટરે બેંકને ફરીથી ઉભી કરવા માટે રોકાણકારોને પોતાની ઓફર આપવા માતે 1 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કર્યો છે.કેટલાક રોકાણકારો જેમ કે Centrum Group-BharatPe સાથે મળીને ઓફર આપવામાં આવી છે. UK ની કંપની Liberty Group એપ પણ પોતાની ઓફર આપી છે.

Share Now