વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક સોમવારે સવારે પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગી જતાં દોડધામ મચી ગઈ હતી.વાપી જીઆઇડીસી ચાર રસ્તા નજીક દરબાર હોટલની પાછળ જઇ રહેલી કારમાં પેટ્રોલ લિક થતાં ધુમાડા નિકળતાં જ ચાલક બહાર નિકળી ગયા હતાં. ગણતરીની મિનિટોમાં આગે વિશાળ સ્વરૂપ પકડી લીધુ હતુ.જેને લઇ વાપી નોટિફાઇડ ફાયર બ્રિગ્રેડને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી.
આ આગમાં કાર બળીને ખાક થઇ ગઇ હતી.ચાલક આગ લાગવા પહેલા જ બહાર નિકળી જતાં તેમનો બચાવ થયો હતો.આ ઘટનાને પગલે સોમવારે દોડધામ મચી ગઇ હતી.
આગ પાછળ બે કારણો જવાબદાર
કાર સીએનજી હોય ત્યારે લિકેજના કારણે આગ લાગી શકે છે.આ સિવાય કારમાં વાઇરિંગમાં શોર્ટ સરકીટ થવાથી આગ લાગી શકે છે.જો કે મોટા ભાગે સીએનજી કારમાં તરત જ આગ લાગતી હોય છે.>વિજય ભંડારી,એકસપર્ટ,વાપી