મુંબઈ,તા.૨૬
આયુષ્માન ખુરાના પછી સ્વરા ભાસ્કર પણ સમલૈંગિક સંબંધોને લઇને એક ભાવનાત્મક ફિલ્મ લઇને આવી રહી છે. આ ફિલ્મનું નામ છે શીર કોરમા જેમાં સ્વરા ભાસ્કર સાથે દિવ્યા દત્તા પણ છે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની થીમ સમલૈંગિકતા પર આધારિત છે.
આ વાર્તા બે મુસ્લિમ છોકરીઓની છે. એક પાકિસ્તાની અને એક ભારતીય. જે ૧૦ વર્ષથી એક બીજા સાથે સંબંધોમાં જોડાયેલી છે. જો કે દિવ્યાની મા તેમના આ સંબંધોથી વિરુદ્ધ છે. દિવ્યાની માના રોલમાં શબાના આઝમીએ મહત્વની ભૂમિકા ભજવી છે. શબના આ સંબંધોને પાપ માને છે. સ્વરા આ ફિલ્મમાં સિતારાનો રોલ ભજવી રહી છે. અને દિવ્યા સાયરાના. આ ફિલ્મમાં સમલૈંગિક સંબંધો અને તેમના પ્રેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જેને સમાજ સ્વીકારવા તૈયાર નથી. આ ફિલ્મને આરિફ અંસારી ડાયરેક્ટ કરી છે. અને મરીજકે ડિસૂઝાએ તેની પ્રોડયૂસર છે. જો કે ફિલ્મની રિલિઝ ડેટ હજી બહાર નથી આવી. પહેલા આ ફિલ્મ ફિલ્મ ફેસ્ટિવલમાં રીલિઝ થશે.
સ્વરા ભાસ્કર અને દિવ્યા દત્તા અભિનીત ‘શીર કોરમા’નું ટ્રેલર રિલીઝ
Leave a Comment