પર્યાવરણની લોકજાગૃતિના ભાગરૂપે બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલ ક્રસિંગ મશીન મુકાયું

327

સુરત,તા.૨૬
પર્યાવરણની જાળવણી અર્થે લોકજાગૃતિના ભાગરૂપે કાકરાપાર અણુ વિદ્યુત મથક દ્વારા વ્યારાના મુખ્ય બસ સ્ટેન્ડ પર પ્લાસ્ટિક બોટલ ક્રસિંગ મશીન મુકવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં અત્યારે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન શરૂ થયું છે. જેને પગલે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે કાકરાપાર અણુ મથકના સહયોગથી વ્યારાના બસ સ્ટેશન પર પ્લાસ્ટિકની બોટલ નાશ કરવા માટેનું મશીન મુકવામાં આવ્યું હતું.
આ અંગે સ્ટેશન ડાયરેકટર વી.કે શર્માએ કહ્યું હતું કે આ મશીનમાં પ્લાસ્ટિકની બોટલ નાખનારને જો પેટીએમ એકાઉન્ટ હોય તો ધારકને પેટીએમની ૫ રૂપિયાની કૂપન મળે છે. આ રીતે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે સાથે આ મશીનના ઉપયોગથી વ્યારા પણ પ્લાસ્ટિક મુક્ત બનશે અને આ મશીનમાં જમા થયેલ પ્લાસ્ટિકને નાના મોટા પ્લાસ્ટિકના ફર્નિચર બનાવવામાં ઉપયોગ કરાશે.

Share Now