રેલવે કર્મીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ ન થતા વલસાડમાં યૂનિયન વિરોધ

419

વલસાડ પશ્ચિમ રેલવેના રેલ કર્મચારીઓ માટેની જૂની પેન્શન યોજના સરકારે બંંધ કર્યા બાદ ફરી શરૂ ન કરતા વલસાડ રેલવે એમ્પલોઇઝ યુનિયનના નેજા હેઠ‌ળ કર્મચારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્ર સરકાર સુધી આ મામલે કર્મચારીઓમાં ભભૂકતો અસંતોષ પહોંચાડવા માટે અને એનએસપી બંધ કરી જૂની પેન્શન શરૂ કરવા માટે કર્મીઓએ અવાજ ઉઠાવ્યો છે.

ઉપરાંત ડીએ પૂન:સ્થાપિત કરવા,એનડીએની મર્યાદાને તાત્કાલિક અસરથી સમાપ્ત કરવા કેન્દ્ર સરકારના આ પગલાંનો વિરોધ કરવા એઆઇઆરએફના શિવ ગોપાલ મિશ્રા દ્વારા આહ્વાન કરાતાં સોમવારે વલસાડ રેલવે એમ્પ.યુનિયનની આગેવાની હેઠ‌‌ળ લોકોશેડ, કેરેજ,વેગન,ટ્રેન લાઇટિંગ,ઝેડએમસી,ટીટીએમ,સિગન્લ,કોમર્શિયલ અને રનિંગ સ્ટાફના કર્મીઓએ કાળી રિબન,કાળો માસ્ક,કાળી આઉટફિટ પહેરી સરકારનો વિરોધ કર્યો હતો.યુનિયનના પ્રકાશ સાવલકર, સંજય સિંહ, હુસેન બેલીમ,જયેશ પટેલ,રોબિનશન, સિવન, તુષાર મહાજન,અમિત નાયક,પંકજ માહ્યાવંશી જોડાયા હતા.

Share Now