સુરત બોમ્બે માર્કેટ પાસે આવેલા પાલિકાના દબાણ ડેપોમાં મોડી રાત્રે કોઈક રીતે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં 80થી વધુ લારી ગલ્લા બળીને ખાખ થઈ ગયા હતા.
ઉમરવાડા બોમ્બે માર્કેટ પાસે આવેલા પાલિકાના દબાણ ડેપોમાં મોડી રાત્રે કોઈક કારણસર આગ ભભૂકી ઉઠી હતી.ડેપોમાં લારી ગલ્લા ભડકે બળતા બોમ્બે માર્કેટમાંથી કોઈક વ્યક્તિએ ફાયર બ્રિગેડને આગ લાગી હોવાની જાણ કરી હતી.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.આશરે બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.જોકે આગની આ ઘટનામાં દબાણ ડેપોમાં મુકેલા 80થી વધુ લારી ગલ્લાઓ બળીને ખાખ થઈ ગયા હતા.સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.
ઉલ્લેખનીય છેકે, શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ઉત્તરોત્તર આગની ઘટનાઓ બની રહી છે.કતારગામની લબ્ધિ મિલમાં અને ત્યારબાદ વરાછાના ઘનશ્યામનગરમાં આગની ઘટના બની હતી.ત્યારબાદ બોમ્બે માર્કેટ પાસે આગની આ ત્રીજી ઘટના સામે આવી છે.


