સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ જિલ્લા લાજપોર જેલના આરોપીનું મોત,પરિવારની ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ

324

સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ જિલ્લા લાજપોર જેલના આરોપીનું મોત નીપજ્યું હતું. મૃતક અસલમના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે,અસલમનું મોત બીમારીથી નહીં પણ જેલમાં થયેલી મારામારીની ઇજાથી થયું છે.ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી અમને ન્યાય આપો.મૃતક અસલમ કચ્છ-ભુજનો રહેવાસી અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.મારામારીના કેસમાં સાડા ત્રણ મહિનાથી પાસામાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો.

મૃતકે નાનાભાઈને જેલમાં મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું
અસલમ ઇસ્માઇલ ચાકી (ઉ.વ.32,રહે.કચ્છ-ભુજ) ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પરિવારમાં બે ભાઈઓ,પત્ની,બે સંતાન અને માતા-પિતા છે.મારામારીના કેસમાં સાડા ત્રણ મહિનાથી પાસામાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો.ગત શનિવારે અસલમની જેલમાંથી નાનાભાઈ આસિફ સાથે વાત થઈ હતા.અસલમે કહ્યું હતું કે,મારી જેલમાં મારામારી થઈ છે મને પેટમાં અને હાથમાં સતત દુખાવો થાય છે.ત્યારબાદ મંગળવારે જેલમાંથી ફોન કરી જાણ કરાઈ કે અસલમનું મોત થયું છે.

અસલમને દાખલ કરાયો તેની પણ જાણ ન કરાઈ હોવાનો આક્ષેપ
મૃતકના નાનાભાઈ આસિફે જણાવ્યું હતું કે,અસલમને દાખલ કરાયો તેની પણ જાણ કરાઈ ન હતી.મોતની જાણ થતા સુરત આવ્યા બાદ કોઈ કહે ટીબી, કોરોના અને પીસાબની નળી ફાટી જતા મોત થયું છે.કોઈ સાચી હકિકત કહેતા નથી.ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાની માગ કરી છે. અમને ન્યાય મળે તેવી આશા છે.

Share Now