સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ એ અગાઉથી જ એડિચોટીનું જોર લગાવી રહેલી આમ આદમી પાર્ટીને પ્રથમ ગ્રાસે જ મક્ષીકા આવી હોય તેવો ઘાટ ઘડાયો છે. આપમાંથી ટિકિટો જાહેર થયા બાદ પ્રચાર પણ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મોટા વરાછામાંથી આપમાંથી 400 લોકોએ આપનો સાથ છોડીને NCPમાં જોડાયા છે.પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈને આપમાં જોડાયા હોવાનું કાર્યકરોએ કહ્યું હતું.
NCPનો કાર્યકરોએ ખેસ પહેર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું અને પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે.ત્યરે સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી 400 જેટલા કાર્યકરો NCPમાં જોડાયા છે.સુરતના કોસાડ ખાતે આવેલા મુખ્ય કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ NCPનો ખેસ પહેર્યો હતો. આ ઉપરાંત NCP પાર્ટીમાંથી વધુ 11 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતાં.અગાઉ એનસીપીએ 20 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.હવે 11 ઉમેદવાર મળી કુલ 31 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
આમ આદમી પાર્ટીમાં પડ્યું ગાબડું
એક તરફ આમ આદમી પાર્ટી સુરતમાં જોર શોરથી પ્રચાર કરી રહી છે.ત્યારે આ 400 કાર્યકરો એનસીપીમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે.આ તમામ કાર્યકરો નારાજ હોવાથી NCPમાં જોડાયા હોવાની વાત સામે આવી છે.
ચૂંટણી રસાકસી ભરી રહે તેવા એંધાણ
એક તરફ ભાજપમાં ટિકિટને લઈને કાર્યકરો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.બીજી તરફ એનસીપી અને આપ પાર્ટી પણ મેદાનમાં છે.બીજી તરફ કોંગ્રેસે નામ જાહેર કરી દીધા હોવાથી તમામ કાર્યકરો પ્રચારમાં લાગી ગયા છે.ત્યારે આ વખતની ચૂંટણી રસાકસી ભરી રહે તેવા એંધાણ છે.પરંતુ જનાદેશ શું આવે છે તે જોવું રહ્યું.


