કેન્દ્રના કૃષિ કાયદાને પરતની માંગણીને લઇને ખેડૂત દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ત્યારે ખેડૂતો દ્વારા આજે બપોરે 12 થી 3 વાગ્યા સુધી દેશભરમાં ચક્કાજામનું એલાન કરવામાં આવ્યું છે. જો કે ખેડૂતોએ દિલ્હી-NCRને આ ચક્કાજામથી બહાર રાખ્યું છે તેમ છતાં દિલ્હીમાં પોલીસ અલર્ટ પર છે.26 જાન્યુઆરીના રોજ થયેલ હિંસાને લઇને આ વખતે પોલીસ કોઇ છૂટછાટ રાખવાના મૂડમાંથી નથી.શાહજહાપુર બોર્ડર ભારે સુરક્ષાદળ તૈનાત
ખેડૂત સંગઠનો દ્વારા દેશભરમાં આજે ચક્કાજામનું આહવાનને ધ્યાનમાં લઇને શાહજહાંપુર સરહદ પર મોટી સંખ્યામાં સુરક્ષાદળ તૈનાત છે.ખેડૂત સંગઠન દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરશે.
દિલ્હી-NCRમાં 50,000 જવાન તૈનાત
દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાની વિસ્તારોમાં અંદાજે 50,000 સુરક્ષાદળ તૈનાત કર્યાં છે. જેમાં પોતાના વિસ્તારોમાં દેખરેખ રાખવા સ્થાનિક પોલીસ દળ પણ સામેલ છે.દિલ્હીમાં ઓછામાં ઓછા 12 મેટ્રો સ્ટેશનને અલર્ટ પર રાખ્યાં છે.
દિલ્હી-NCRમાં કેટલીક જગ્યા પર અર્ધસૈનિક દળ તૈનાત
ખેડૂતોના ચક્કાજામના આહવાનની વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે દિલ્હી પોલીસની સહાયતા માટે દિલ્હી બોર્ડર સહિત દિલ્હી-NCRના અલગ-અલગ ભાગમાં અર્ધસૈનિક દળોને તૈનાત કરવામાં આવ્યાં છે.

