ચેન્નાઇમાં ઇંગ્લેંડ સામેની બીજી ટેસ્ટ માટે આજથી ઓનલાઇન ટીકીટનુ વેચાણ શરુ

279

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે 13 ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં રમાનારી બીજી ટેસ્ટ માટે આજથી ટીકીટનુ વેચાણ શરુ થશે.તામિલનાડુ ક્રિકેટ સંઘ (TNCA) ના સચિવ આરએસ રામાસ્વામી (RS Ramaswamy) એ રવિવારે બતાવ્યુ હતુ કે,સામાન્ય દર્શકો માટે માત્ર ઓનલાઇન ટીકીટ વેચાણ (Online ticket sales) શરુ કરાનાર છે. ટીકીટ કાઉન્ટર અને બોક્સ ઓફીસ પર વેચાણ બંધ રાખવામાં આવશે.રાજ્ય સરકારએ બીજી ટેસ્ટ માટે 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશની મંજૂરી આપી છે.બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ દર્શકો વિના જ રમાઇ રહી છે.

આ મેચ સાથે જ ચેન્નાઇ (Chennai) ના એમએ ચિદંબરમ સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ આઇ, જે અને કે ને 2012 બાદ પ્રથમવાર કોઇ આંતરરાષ્ટ્રીય મેચને લઇ દર્શકો માટે ખોલવામાં આવી રહ્યુ છે.આ ત્રણેય સ્ટેન્ડને કેટલાક કારણોસર 2011 ના વિશ્વકપ બાદ સીલ કરી દેવામાં આવ્યા હતા.જેના થી ચેન્નાઇને 2016 માં ટી20 વિશ્વકપ અને 2019માં આઇપીએલ ફાઇનલ સહિત જુદી જુદી ટુર્નામેન્ટ અને મેચોના યજમાન બનવા થી દુર રહેવુ પડ્યુ હતુ.

આ ત્રણેય સ્ટેન્ડની મહત્તમ ક્ષમતા 12,000 દર્શકોની છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012માં રમાયેલી વનડે મેચ જોકે અપવાદ હતો કે જેના માટે તે ખોલવામાં આવ્યુ હતુ. આ દરમ્યાન હવે બીજી ટેસ્ટ મેચમા દર્શકોના પ્રવેશને લઇન TNCA દ્રારા સ્ટેન્ડોની સફાઇ હાથ ધરવામાં આવી રહી છે.રામાસ્વામી એ બતાવ્યુ હતુ કે,મિડીયા પણ બીજી ટેસ્ટ મેચ દરમ્યાન મેદાન થી કવર કરી શકશે.

આ મેચમાં દર્શકોની એન્ટ્રી સાથે ભારત પણ કોરોના કાળમાં દર્શકોની સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ આયોજન કરનારા દેશમાં સામેલ થશે.ભારત પહેલા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પણ દર્શકો સાથે આંતરરાષ્ટ્રીય મેચ આયોજન કરી ચુક્યુ છે.

Share Now