સુરત,તા.૨૬
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ૫૧માં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી.
૫૧માં કોન્વોકેશનમાં કુલ ૩૨,૩૩૦ ડિગ્રી આપવામાં આવી હતી. જેમાં ફકત ગયા વર્ષે પાસ થનાર વિદ્યાર્થી નહીં પણ આગલા વર્ષના જે પણ વિદ્યાર્થીને ડિગ્રી મળવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી આપવામાં આવી હતી. સાથે વિવિધ વિષયમાં રેક્ન મેળવનાર અને વધુમાં વધુ ગુણ મેળવનાર ૧૫૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. જેમાં ૮૧ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ ૭૦ વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.
૫૧માં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને કવિ રાજેશ રેડ્ડી હાજર રહ્યા હતા. કપિલ દેવે વિદ્યાર્થીઓને ટીપ્સ આપતા જણાવ્યું હતું કે, રમતમાં અને ભણતરમાં મજા ન આવે તો એ મૂકી દેવું જોઈએ, પેશનને ફોલો કરો. હંમેશા ઓરીજનલ રહો, કોપી નહીં કરો. મહેનત અને પ્લાનિંગ સાથે આગળ વધો. માતાપિતા કરતા બીજું કોઇ તમારું સારું નહીં વિચારી શકે એટલે માતાપિતા સામે હંમેશા મિત્રતા રાખીને ભવિષ્ય બનાવો.
વીર નર્મદ સાઉથ ગુજ. યુનિ.ના ૫૧માં પદવીદાન સમારોહમાં કપિલ દેવ હાજર રહ્યા

Leave a Comment