વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર -પુત્રીને ટિકિટ ન મળતા પત્રકારને આપી ધમકી ,જુઓ વિડિઓ

383

વડોદરા વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવને વધુ એક મુશ્કેલી આવી પડી છે,પહેલા તો જાણે પુત્ર દિપકને ભાજપે ટિકિટ ના આપી અને અપક્ષમાં લડવા ગયા તો ત્રણ સંતાનોનો મુદ્દો નડ્યો હવે પુત્રીની ટિકટ ઉપર નજર રાખી ને બેઠા હતા પણ પુત્રી નિલમને જિલ્લા પંચાયત માટે પણ ટિકિટ નહિ મળતા મધુ શ્રીવાસ્તવ દુઃખી થઈ ગયા છે.

વડોદરામાં MLA મધુ શ્રીવાસ્તવને પુત્ર બાદ દીકરી નિલમને પણ ટિકિટ ન મળતા ભારે નારાજ જોવા મળી રહ્યા છે.મધુ શ્રીવાસ્તવે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દિકરી માટે ટિકિટ માંગી હતી.ત્યારે પાર્લામેન્ટરીએ મધુ શ્રીવાસ્તવની દિકરીને ટિકિટ ન આપવા નિર્ણય લીધો છે.પાર્લામેન્ટરી બોર્ડે મધુ શ્રીવાસ્તવની માંગ ફગાવી દીધી હતી સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ આગળ ધરતા હવે નિયમ મુજબ ટિકિટ મળશે નહીં.અત્રે ઉલ્લેખનીય છે કે કાલે એક પત્રકાર ના સવાલ સામે આ ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા હતા અને કેમેરા ની સામે જ પત્રકાર ને જાનથી મારી નાખવાની વાત કરી તેમની માનસિકતા છતી કરી હતી જેનાથી ભાજપ ની છબી ખરડાઈ રહી છે વારંવાર પત્રકારો સાથે પંગો લઈ દાદાગીરી કરનાર મધુ શ્રીવાસ્તવ ના પુત્ર અને પુત્રી ને ભાજપે નિયમ મુજબ ટિકિટ નહિ આપતા હવે તેઓ નારાજ થઈ ગયા છે.

Share Now