કોંગ્રેસને ઝટકો : ગુજરાતના આ જિલ્લામાં 500થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ છોડી AIMIMમાં જોડાયા

287

સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ ગુજરાતમાં ગઠબંધન સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક પછી માત મળી રહી છે.મોડાસામાં કોંગ્રેસના 500થી વધુ કાર્યકરો AIMIMમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે.મોડાસા નગરપાલિકાની ચૂંટણી પહેલા નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
AIMIMએ કયા વિસ્તારમાં કોને ટિકિટ આપી

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે 6 ફેબ્રુઆરીએ અફડાતફડી વચ્ચે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા.તેમાં AIMIM પાર્ટીએ 6માંથી 4 વોર્ડમાં પેનલ ઊભી રાખી છે, જ્યારે દરિયાપુર અને ખાડિયામાં અનુક્રમે 3 અને 2 ઉમેદવારો જ ઊભા કર્યા છે.

ઓવૈસીની પાર્ટીએ જમાલપુર,ખાડીયા,દરિયાપુર,ગોમતીપુર,બહેરામપુરા અને મકતમપુરા વોર્ડથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.જમાલપુર બેઠકથી પૂર્વ કોર્પોરેટરો મોહંમદ રફીક શેખ અને મુસ્તાક ખાદીવાલાને ટિકિટ આપવામાં આવી છે,જ્યારે ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર આફરીન બાનુ પઠાણને પણ ટિકિટ આપવામાં આવી છે.આ સિવાય ગોમતીપુર વોર્ડથી સૂફિયાન રાજપૂત અને ખાડીયાથી એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. AIMIM પાર્ટીએ જમાલપુર વોર્ડમાંથી બીનાબહેન પરમાર અને બહેરામપુરા વોર્ડથી પારુલ મકવાણાને ટિકિટ આપી છે.

Share Now