લંડન તા.9 : ભારતની બેન્કોનું અબજો રૂપિયાનું ફુલેકુ ફેરવી ભાગી જનાર ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાને લંડન હાઈકોર્ટે રાહત આપી છે, જે મુજબ ખર્ચ માટે 11 લાખ પાઉન્ડ એટલે કે 11 કરોડ રૂપિયા જેટલી રકમ ઉપાડવાની મંજુરી આપી છે.દેવાળીયા તેમજ કંપની કેસની ઉપઅદાલતના જજ નિગેલ બર્નેટે કોર્ટ ફંડ ઓફીસથી પૈસા કાઢવાના સંબંધમાં સુનાવણી કરી હતી. આ આદેશ અંતર્ગત વિજય માલ્યાને પોતાના રહેવા અને દેવાળીયા અરજીના વિરોધના સંબંધમાં કાનૂની ખર્ચને પુરા કરવા માટે અદાલતે પૈસા કાઢવાની મંજુરી આપી છે.


