કોલકત્તા : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગુરુવારે બંગાળમાં ત્રણ જગ્યાએથી પરિવર્તન યાત્રાનો આરંભ કર્યો.ચોથી પરિવર્તન રેલીનું ગૃહમંત્રી અમિત શાહએ કૂચબિહારમાંથી પ્રસ્થાન કરાવ્યુ હતુ.અમિત શાહએ કૂચબિહારના રાસમેલા મેદાનમાં સભાને સંબોધી હતી.પરિવર્તન રેલીમાં શાહે કહ્યુ બંગાળને એવુ બનાવીશુ કે માનવી તો શું એક પારેવડુ પણ બંગાળમાં ઘુસણખોરી કરી શકશે નહીં.
ગૃહમંત્રીએ કહ્યુ, બંગાળમાં મમતા બેનરજીએ એવી સ્થિતિ સર્જી છે કે જય શ્રી રામ બોલવુ પણ ગુનો ગણાય છે.અરે મમતા દીદી બંગાળમાં જય શ્રી રામ નહીં બોલી શકાય તો શું પાકિસ્તાનમાં બોલવામાં આવશે.અમિત શાહે એમ પણ કહ્યુ ચૂંટણીનું સમાપન થવા દો મમતા બેનરજી પણ જય શ્રી રામ કરતા નજરે પડશે.શાહે વધુમાં કહ્યુ મોદી સરકાર ગરીબ કલ્યાણમાં વ્યસ્ત છે,જ્યારે મમતા સરકાર ભત્રીજાના કલ્યાણમાં વ્યસ્ત છે.
હું માત્ર ગોલકીપર બનીશ, જુઓ પછી કેટલા ગોલ કરી શકે છેઃ મમતા બેનરજી
કોલકત્તામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરુવારે એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી પર હલ્લાબોલ કર્યુ હતું.મમતાએ ભાજપને સીધો પડકાર ફેંકતા કહ્યુ ચાલો એક નિષ્પક્ષ રમત રમીએ.તમારી ટીમમાં ડાબેરી અને કોંગ્રેસને સાથે રાખીને લડી શકો છો.અમે એકલવીર થઈને લડીશું. એટલુ જ નહીં હું માત્ર ગોલકીપર બનીશ અને જોઈશ કે તમે કેટલા ગોલ કરી શકો છો.મમતાએ કહ્યુ ભાજપના નેતાઓને બંગાળમાં આવવાનો સંપુર્ણ હક છે.પરંતુ તેઓ બંગાળ આવીને અમને ધમકાવે છે,હું તમને કહેવા માગુ છું કે હું તેમનાથી ભય પામનારાઓમાંથી નથી.

