ગુજરાતમાં ચુંટણીઓ અગાઉ જ ભાજપે બાજી મારી દેતા કોંગ્રેસના મોટા નેતાઓ માં ટેંશન છે,ગુજરાત મામલે હાઈ કમાન્ડ પણ ચિંતા માં છે.સોનિયા ગાંધી,રાહુલ ગાંધી,વગરે એ ગુજરાત માં અમિત ચાવડા,હાર્દિક પટેલ,પરેશ ધનાણી વગેરેની નેતાગીરી ઉપર ભરોસો મુક્યો છે પણ ભાજપ ની રાજકીય કુનેહ આગળ કોંગ્રેસ ચૂંટણી અગાઉ જ પછડાટ ખાધી હોવાનું જવાઇ રહ્યું છે,પણ આ બધા વચ્ચે ગુજરાતની એક રિજનલ ચેનલને કેજરીવાલે ઇન્ટરવ્યૂ આપી ગુજરાતમાં ભાજપને કોંગ્રેસ જ અંદર ખાને મદદ કરી રહ્યું હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ એ ભાજપ ની જ પેટા પાર્ટી હોવાનો ધડાકો કર્યો છે.રાજ્યમાં આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે.ઉના અને કડી નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.પાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં બિનહરીફ થયા છે.કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચતા ભાજપે 219 બેઠક પર વિજય મેળવ્યો છે.
ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસથી જ કોંગ્રેસના ઉમેદવારોમાં મેન્ડેટમાં ગરબડ થવાને કારણે અનેક ઉમેદવારો ફોર્મ ભરી નહીં શકતા ભાજપને બિનહરીફ બેઠકો મળવાની શરૂઆત થઇ હતી.મંગળવારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થતાં ભાજપને કુલ 219 બેઠકો ચૂંટણી લડ્યા વિના મળી ગઇ છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતૃત્વ સામે સવાલો ઉભા થયા છે. મતદાન થાય તે પહેલાં જ ભાજપે તાલુકા પંચાયત અને નગરપાલિકાની 219 સીટો કબજે કરી લીધી !
– કડી અને ઉના પાલિકામાં ભગવો
– કડીની 36માંથી 26 બેઠકો બિનહરિફ
– ઉનાની 36 માંથી 21 બેઠકો બિનહરિફ
– જિલ્લા પંચાયતની 24 બેઠકો પર ભાજપ બિનહરિફ,તાલુકા પંચાયતની 110 બેઠક પર ભાજપ બિનહરિફ,નગરપાલિકામાં 85 બેઠકો પર ભાજપ બિનહરિફ
પાલિકા અને પંચાયતમાં કુલ 219 બેઠકો પર ભાજપ બિનહરિફ હોવા અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે સત્તાવાર જાહેરાત કરી હતી.બીજી તરફ દિલ્હી ના CM અરવિંદ કેજરીવાલે ચોંકાવનારી વાત કરતા કહ્યું કે,ગુજરાતમાં બે પાર્ટીઓ નથી,હાલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એક જ પાર્ટી છે.કોંગ્રેસ માત્ર ભાજપ માટે કામ કરે છે. 4-5 બેઠકો ઓછી રહી જાય તો કોંગ્રેસ મદદ કરે છે.ગુજરાતમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન સામે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે,ભાજપ-કોંગ્રેસ સાથે મળેલી છે.કારણ કે,ગોવામાં લોકોએ કોંગ્રેસને મત આપ્યા ભાજપની સરકારની બની.કર્ણાટકમાં લોકોએ કોંગ્રેસને મત આપ્યા ભાજપની સરકાર બની.મધ્યપ્રદેશમાં લોકોએ કોંગ્રેસને મત આપ્યા ભાજપની સરકાર બની.લોકો ભાજપથી હેરાન થઇને કોંગ્રેસને મત આપે છે અને કોંગ્રેસ ભાજપને જીતાડે છે.આંકડા અનુસાર છે કે,કોંગ્રેસના 200 ધારાસભ્યોએ ભાજપમાં મળીને ભાજપની સરકાર બનાવી દીધી.કોંગ્રેસને મત એટલે ભાજપની સરકાર બનાવવી.આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિરોધ પક્ષમાં નહીં પરંતુ સરકાર બનાવવા આવી રહી છે.આમ ગુજરાત માં ચુંટણીઓ અગાઉ જ ભાજપે બેઠકો પોતાના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરતા અન્ય પક્ષો અને ઉમેદવારો જોતાં જ રહી ગયા છે.


