બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે છૂટાછેડાના કેસમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે.કોર્ટે કહ્યુ હતું કે,પત્નીની તંબાકુ અથવા ગુટખા ખાવાની આદત ભલે ખરાબ હોય પણ તેના લીધા છૂટાછેડા આપવા એ કારણ પુરતૂ નથી.આવુ કહેતા બેન્ચે 21 જાન્યુઆરી 2015ના રોજ નાગપુર ફેમિલી કોર્ટે આપેલા ચુકાદાને ફેરવી નાખ્યો છે.
જજ અતુલ ચંદૂરકર અને પુષ્પા ગનેદીવાલાની ખંડપીઠે કહ્યુ હતું કે,પતિનો આરોપ સામાન્ય છે.બેન્ચે કહ્યુ હતું કે,આ અલગ પ્રકારનો આરોપ છે કેમ કે,અહીં પત્ની તંમ્બાકુ ખાય છે.એટલા માટે તેના પતિને સારવારમાં મોટો ખર્ચો આવી શકે છે.જો કે,આ પ્રકારની દલીલમાં તે મેડિકલ દસ્તાવેજ કે બિલ રેકોર્ડમાં રજૂ કરી શક્યો નહોતો.
કોર્ટે કહ્યું વજનદાર નથી પતિની દલીલો
ફેમિલી કોર્ટનો હવાલો આપતા પીઠે કહ્યુ હતું કે, વિવાહને તોડવા માટે પતિની દલીલો એટલી ગંભીર અને વજનદાર નથી.તેમણે કહ્યુ હતું કે,જો આ વિવાહ તોડી નાખવામાં આવશે તો,તેમના દિકરા અને દિકરીને મોટુ નુકસાન થશે અને તેના ઉછેરને પણ અસર થશે. બંને બાળકોને સર્વોત્તમ હિતમાં,વૈવાહિક બંધનમાં બંધાયેલા રહેવુ પડશે.
પતિના જણાવ્યા અનુસાર તેની ઘરવાળી તંમ્બાકુ ખાવાની શોખિન હતી એટલા માટે તેના પેટમાં ગાંઠ થઈ ગઈ હતી. તેથી પતિને પણ સારવારમાં ઘણો ખર્ચ થયો હતો.તેને એવો પણ દાવો કર્યો હતો કે,તે કોઈ ઘરના કામ કરતી નથી અને મોટા ભાગે ઘરના લોકો સાથે ઝઘડા કરે છે.પતિએ તો એવો પણ આરોપ લગાવ્યો છે કે,તે કહ્યા વગર જ પિયરમાં જતી રહે છે.
જજ બોલ્યા, વૈવાહિક જીવનની સામાન્ય ખટપટનો ભાગ
જજની બેન્ચે કહ્યુ હતું કે, આ આરોપ બીજૂ કંઈ નહીં,પણ સામાન્ય જીવનમાં ખટપટનો એક ભાગ છે.આ દંપતિ લગભગ નવ વર્ષ સુધી એક સાથે રહ્યા,પતિએ માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડા માગ્યા છે પણ તે તેને સાબિત કરવામાં આ નિષ્ફળ રહ્યો હતો.તેનાથી ઉલ્ટુ તેણે સ્વિકાર કર્યો હતો કે, 2008માં તેને એચઆઈવી પોઝિટીવ આવ્યો હતો.તેમ છતાં પણ પત્ની 2010 સુધી તેની સાથે રહી.શારીરિત અને માનસિક પ્રતાડનાના કારણ પતિ કરતા તો પત્ની પાસે વધારે છે.
હાઈકોર્ટે અમુક જૂના જજમેન્ટનો હવાલો આપતા કહ્યુ હતું કે, વૈવાહિક જીવનનું સમગ્રપણે મૂલ્યાંકન કરવુ જોઈએ.નાની એવી વાતનુ ઉદાહરણ આપીને ક્રૂરતા સાબિત કરી શકાય નહીં.

