નાગપુર: મુંબઈ હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના એક મહિલા ન્યાયમૂર્તિએ ‘પોકસો’ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકતા ‘સ્કીન ટુ સ્કીન’ મુદા છેડીને જે વિવાદ સર્જયો હતો અને બળાત્કાર કે જાતિય છેડછાડના કેસમાં જયાં સુધી પીડિતા અને આરોપી વચ્ચે સીધો ચામડીનો સંપર્ક ન થાય ત્યાં સુધી તે અપરાધ બની શકે નહી તેવા અર્થઘટનને આગળ ધર્યુ હતું.તેમાં અમદાવાદના એક મહિલાએ ચૂકાદો આપનાર ન્યાયમૂર્તિને ‘કોન્ડોમ’ મોકલી આ ચૂકાદા સામે વિરોધ દર્શાવવા ઉપરાંત તેનાથી સમાજના ગુન્હાહીત માનસિકતા ધરાવતા લોકોને ખોટો સંદેશ મોકલે છે તેવી ટીપ્પણી પણ કરી હતી.
દેવર્શી ત્રિવેદી નામના અને ખુદને રાજકીય વિશ્ર્લેષક તરીકે દર્શાવનાર આ સન્નારી દ્વારા તેમની યુ ટયુબ ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો છે.જેમાં તેઓ તા.13 ફેબ્રુ.ના 12 કવરમાં 150 કોન્ડોમ પેક કરતા દર્શાવ્યા છે અને મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચના સરનામે મોકલે છે તેવું પણ દર્શાવ્યું છે જેમાં હાઈકોર્ટની રજીસ્ટ્રી અને તેમના સતાવાર નિવાસનો પણ પોષ્ટ ઉલ્લેખ છે.તેઓએ કેટલાક પેક મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની ખંડપીઠને પણ મોકલ્યો છે.આ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.
તેઓએ પોતે આ કરાર રજીસ્ટર એડી.થી મોકલ્યા હોવાનો અને તેની પાસે માન્ય રસીદ પણ હોવાનું જણાવ્યું છે પણ હાઈકોર્ટની રજીસ્ટ્રીએ તેના પર કોઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.જો કે આ મહિલા પોલીટીકલ એનાલીસ્ટનો દાવો છે કે તેની પાસે એ પણ રસીદ છે કે હાઈકોર્ટ રજીસ્ટ્રીને સોમવારે સાંજે 5.15 કલાકે આ કવર મળી ગયા હોવાનું દર્શાવાયુ છે.
જો કે તેમનું આ ‘આઉટ ઓફ બોકસ’ આઈડીયા જેવું કૃત્ય તેમના માટે મુશ્કેલીમાં પણ મુકી શકે છે.મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેંચના કેટલાક ધારાશાસ્ત્રીઓએ આ પ્રકારે કોન્ડોમ કવર મોકલવાના કૃત્યને અદાલતના અપમાન સમાન ગણાવ્યા છે અને હાઈકોર્ટ રજીસ્ટ્રીને આ મહિલા સામે ફરિયાદ દાખલ કરવાની પણ માંગ કરી છે.તેઓએ જણાવ્યું કે કોઈને પણ એ પ્રકારે ન્યાયમૂર્તિની પ્રતિષ્ઠા ખરડાવવાનો અધિકાર નથી.જો હાઈકોર્ટ રજીસ્ટ્રી કોઈ પગલા લેવામાં નિષ્ફળ જશે તો અમો ખુદ ફરિયાદ નોંધાવશું. તમો દાવો એક ધારાશાસ્ત્રી શશાંક ભંડારકરે કર્યો છે.જો કે પોલીટીકલ વિશ્લેષક દેવર્શી ત્રિવેદીએ બચાવમાં કહ્યું કે ન્યાયમૂર્તિ દ્વારા એક બાદ એક આ પ્રકારના ચૂકાદા આપવામાં આવ્યા છે. તેનાથી હું વ્યથિત છું.સગીર સાથે જાતિય સતામણીના કૃત્ય કરનારને છોડી મુકાયા છે.