અમદાવાદ,તા.૨૬
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નાના ચિલોડા રિંગ રોડ પર રાતે કેટલીક મહિલાઓ દેહવ્યાપાર માટે ઉભી રહે છે. મંગળવારે મોડી રાતે નરોડા પોલીસની શીટીમ ખોટી રીતે યુવક અને એક પરિવારને પકડી હેરાન કરતા લોકોએ પોલીસ પર ગુસ્સો ઠાલવ્યો હતો. પોલીસ સાથે બોલાચાલી કરી હતી. લોકોમાં પોલીસ માટે ભારે રોષને પગલે ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. લોકોએ પોલીસની શી ટીમ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો.
પોલીસ સાથે બોલાચાલી થતાં જ જોતજોતામાં ૧૫૦ લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાને પગલે નરોડા પોલીસની તમામ ગાડીઓ રિંગ રોડ પર પહોંચી હતી. આ મામલે શી ટીમની મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોલીસમાં આ મામલે ૫ લોકો સહિત ૧૦૦નાં ટોળાં વિરુદ્ધ લોકો સામે રાયોટિગ મારામારી અને પોલીસની કામગીરીમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસની મદદથી જ વિસ્તારમાં ગુનેગાર, બુટલેગર અને ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે. પોલીસ હપ્તા ખાઈ સમગ્ર નેટવર્ક ચાલવા દે છે. નરોડા વિસ્તારમાં જીઆઇડીસી, રિંગરોડ વિસ્તારમાં અનેક હોટેલો આવેલી છે જેથી પોલીસ ત્યાં જઈ અને તોડ કરતા હોવાના આક્ષેપ થયા છે.
રૂપલલનાઓનાં ત્રાસ અને ખોટાં તોડ કરાતાં લોકો અને પોલીસ વચ્ચે માથાકૂટ
Leave a Comment