છોટા રાજનના સાગરીત અને ત્યાર બાદ તેનાથી છૂટા પડીને પોતાની ગૅન્ગ બનાવનાર રવિ પૂજારીની ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે કર્ણાટક પોલીસ પાસેથી કસ્ટડી મેળવવાના આદેશ મેળવ્યા છે. ૨૦૧૬માં વિલે પાર્લે-ઈસ્ટના હનુમાન રોડ પર આવેલી ગજાલી હોટેલના કર્મચારી પર ફાયરિંગ કરીને ખંડણી માગવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવશે.આ બાબતે પોલીસ-ફરિયાદ પણ નોંધાઈ હતી. ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના અધિકારીઓએ આ કેસની ઝીણવટભરી તપાસ કરીને એ ગોળી ફાયર કરનાર આરોપી સહિત કુલ ૭ જણની ધરપકડ કરી હતી.તેમની પૂછપરછમાં તેઓ રવિ પૂજારી માટે કામ કરતા હોવાનું જણાયું હતું. આ કેસમાં રવિ પૂજારી વૉન્ટેડ હતો.ફેબ્રુઆરી ૨૦૨૦માં રવિ પૂજારીને સાઉથ આફ્રિકાની સેનેગલ પોલીસ પાસેથી પ્રત્યર્પણ હેઠળ કસ્ટડી મેળવી તેને ભારત લાવવામાં આવ્યો હતો.હાલમાં તેની કસ્ટડી કર્ણાટક પોલીસ પાસે હતી.