નર્મદા જિલ્લામાં ચુંટણીઓ દરમિયાન હાલ જંગ જામ્યો છે આ તબક્કે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, BTPથી ચેતતા રહેજો તેઓ આદિવાસીઓ ને છેતરી રહ્યા છે અને ઉમેર્યું કે પોતે ભણેલા ગણેલા છે અને MSW થયેલા છે.છોટુભાઈ વસાવા સામે પ્રહારો કરી મહેશભાઈ વસાવા માટે જાહેર મંચ ઉપર થી કહ્યું કે તેઓ મારા માટે મચ્છર સમાન છે.ભાજપ વિરોધી કામો કરતા લોકો સાનમાં સમજી લેવાની જરૂર છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી વિરોધીઓને ચેતવણી આપી હતી અને BTPના છોટુ વસાવા અને મહેશ વસાવાને મનસુખ વસાવાએ મચ્છર બરાબર ગણાવતા ભારે ચર્ચા જાગી છે.


