કોલ્હાપુરના પૂર્વ સાંસદ અને ભાજપના નેતા ધનંજય મહાડિકના શાહી લગ્ન સમારોહમાં સોશિયલ ડીસ્ટન્સનાં ચીથરા ઉડાડવામાં આવ્યા હતા. જે બાદ હવે આ લગ્ન સમારોહ પર કાર્યવાહી શરૂ થઈ છે.પુણેમાં આ લગ્નમાં ભારે ભીડ જોવા મળી હતી.આ લગ્નમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ઘણા જાણીતા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લગ્નમાં કોરોનાની માર્ગદર્શિકાનું બિલકુલ પાલન થયું ન હોવાથી,પુણેના મગરપટ્ટા સિટીમાં લક્ષ્મી લોજના સંચાલકને આજે હાલાકી ભોગવવી પડી.વહીવટીતંત્રે આ મેરેજ હોલમાં નોટિસ મોકલી છે.
કોરોનાના નવા નિયમો સોમવારથી લાગુ થઇ રહ્યા છે.પરંતુ જૂના નિયમો મુજબ 100થી વધુ લોકોની ભીડ એકઠી થઈ ત્યારે સંબંધિત આયોજક સામે કાર્યવાહી કરવાની જોગવાઈ હતી.આ નિયમો હેઠળ પુણે વહીવટીતંત્રે લગ્ન સભાને નોટિસ મોકલી છે.પૃથ્વીરાજ મહાડિક અને ભાજપના નેતા અને પૂર્વ સાંસદ ધનંજય મહાડિકના પુત્રના લગ્નમાં 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા.તેમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર,વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ,ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ,વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દારેકર જેવી દિગ્ગજ હસ્તીઓ પણ હતી. હાજર રહેલા ઘણા મહેમાનોએ માસ્ક પહેર્યા નહોતા.પરંતુ ફક્ત મેરેજ હોલના સંચાલકને જ નોટિસ આપવામાં આવી છે જેમાં મહાદિક કે અન્ય કોઈ પર કાર્યવાહી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ નથી.
ધનંજય મહાડિકે 2004 માં શિવસેનાના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી.પરંતુ તેમનો એનસીપીના સદાશિવરાવ મંડલિકથી પરાજય થયો હતો.આ પછી તે એનસીપીમાં જોડાયો.પરંતુ 2009 ની લોકસભાની ચૂંટણીમાં એનસીપીએ તેમને ટિકિટ આપી નહોતી.આ પછી,તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા,તેમ છતાં તેનો પરાજય થયો.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમને એનસીપી તરફથી ટિકિટ આપવામાં આવી હતી,પરંતુ શિવસેનાના નેતા સંજય સદાશિવરાવ મંડલિકના હાથે ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો.આ પછી સપ્ટેમ્બરમાં ધનંજય મહાડિક ભાજપમાં જોડાયા હતા.ત્યારબાદ તેમને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.


