સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મુદ્દે પોલીસ તપાસ વધારે ઉંડી ઉતરી ચુકી છે.મોહન ડેલકરનું શબ સોમવારે સવારે મુંબઇની સી ગ્રીન હોટલમાં પંખા સાથે લટકેલી સ્થિતીમાં મળી આવ્યું હતું.આ મુદ્દે પોસ્ટમોર્ટમ રિપોર્ટની પ્રાથમિક તપાસમાં મોતનું કારણે ગળામાં શ્વાસ અવરુદ્ધ થવાનું ગણાવાયું છે.જો કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ સામે આવશે.મોહન ડેલકરની મોતનું કારણ મુંબઇ પોલીસનાં એસીપી (IPS)ના નેતૃત્વમાં કરાવવામાં આવી રહ્યું છે.સીધા જ ઉચ્ચ અધિકારીઓના સીધા સંપર્કમાં છે.
મુંબઇ : સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મુદ્દે પોલીસ તપાસ વધારે ઉંડી ઉતરી ચુકી છે.મોહન ડેલકરનું શબ સોમવારે સવારે મુંબઇની સી ગ્રીન હોટલમાં પંખા સાથે લટકેલી સ્થિતીમાં મળી આવ્યું હતું.આ મુદ્દે પોસ્ટમોર્ટમ રિપોર્ટની પ્રાથમિક તપાસમાં મોતનું કારણે ગળામાં શ્વાસ અવરુદ્ધ થવાનું ગણાવાયું છે.જો કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ સામે આવશે.મોહન ડેલકરની મોતનું કારણ મુંબઇ પોલીસનાં એસીપી (IPS)ના નેતૃત્વમાં કરાવવામાં આવી રહ્યું છે.સીધા જ ઉચ્ચ અધિકારીઓના સીધા સંપર્કમાં છે.
આ મુદ્દે આશરે 6 પેજની સુસાઇડ નોટ અંગે પણ આશંકા છે.પોલીસ આ સુસાઇડ નોટ અંગે પણ તપાસ કરી રહી છે.પોલીસના અનુસાર આ સુસાઇડ નોટ પરથી લાગે છે કે,મોહન ડેલકર ઘણા દિવસોથી પરેશાન હતા.તેમણે રાજનીતિક રીતે ઉપેક્ષાનો શિકાર હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.પોતાના સમર્થકો, રિવારના લોકોની પણ માફી માંગવાની સાથે પોતાના આ પગલા માટે અનેક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.
આ અંગે આશરે 30થી 35 લોકોના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.દાદરાનગર હવેલીનાં અનેક અધિકારી,અલગ અલગ રાજનૈતિક દળના નેતાઓનું નામ પણ સુસાઇડ નોટમાં લેવાયું છે.આ મુદ્દો ગંભીર હોવાનાં કારણે મોહન ડેલરના પત્રમાં લેખીત તથ્યો અંગે મુંબઇ પોલીસ, સ્થાનિક તંત્ર પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત્ત દિવસોમાં મોહન ડેલકરના સમર્થક અને કાર્યકર્તા દાદરા નગર હવેલીમાં અનેક પ્રકારનાં દોષીત સાબિત થયા હતા. તેના કારણે સાંસદ દુખી હોવાની આશંકા છે.મોહન ડેલકર 1989થી દાદરા અને નગર હવેલીલોકસભા ક્ષેત્રના સાંસદ છે.તેમણે વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટી જોઇન કરી હતી.જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે પાર્ટી છોડી અને અપક્ષ ઉમેદવાર તરીકે ઉતર્યા અને જીતી પણ ગયા.